गुजरात

બેંક માર્ચ એન્ડિંગમાં પણ બંધ રહેશે, આવો Viral મેસેજ તમને પણ આવ્યો છે? તો જાણો હકીકત

સોશિયલ મીડિયા એક તરફ વરદાન રૂપ છે તો બીજી તરફ તેના અનેક નુકસાન પણ છે. હાલ સોશિયલ મીડિયામાં એક મેસેજ ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, 27 માર્ચથી 4 એપ્રિલ સુધી બેંકમાં રજા રહેશે. જેના કારણે સામાન્ય લોકોમાં ભારે અસમંજસ ફેલાયો છે. કારણ કે માર્ચ એન્ડિંગમાં (March Ending) ક્યારેય બેંકનું કામકામ બંધ નથી રહેતુ તો આ મેસેજ પર લોકો વિશ્વાસ કરે કે નહીં તે સમજાતુ નથી.

બેંકો માર્ચ એન્ડિંગમાં આખા વર્ષના હિસાબ ક્લીયર કરે છે

બેંકોમાં માર્ચ એન્ડિંગના કારણે દર વર્ષે હિસાબની કામગીરી થાય છે તેના માટે બેંક બંધ નથી રહેતી. બેંક માર્ચ એન્ડિંગમાં આખા વર્ષનાં લેખાજોખા તૈયાર કરતા હોય છે. ત્યારે આ વખતે પણ માર્ચ એન્ડિંગના દિવસો દરમિયાન સામાન્ય નાગરિકો માટે બેંકના કામકાજ જેવા કે રોકડનો ઉપાડ, ચેક ક્લિયરિંગ, ટ્રાન્સફર, પાસબુક પ્રિન્ટીંગ, નવા ખાતા ખોલાવવા, ખાતા બંધ કરવા વગેરે કામગીરી રાબેતા મુજબ ચાલુ રહેશે. આ વર્ષે 27મીએ ચોથા શનિવારની રજા છે, પછી રવિવારની રજા છે અને સોમવારે, 29મીએ ધુળેટીની રજા છે. જે બાદ 30 અને 31મીએ બેંકો ચાલુ જ રહેશે.

નોંધનીય છે કે, 27 માર્ચથી લઈને 4 એપ્રિલ સુધીમાં માત્ર બે દિવસ એટલે કે 30 માર્ચ અને 3 એપ્રિલે જ બેંકમાં કામકાજ થશે. તો બીજી તરફ 31 માર્ચે નાણાંકીય વર્ષનો છેલ્લો દિવસ હોવાથી બેંકોમાં ગ્રાહકો સાથે જોડાયેલા કામકાજ બંધ રહી શકે છે.

– 27 માર્ચ : મહિનાનો ચોથો શનિવાર હોવાથી બેંકમાં રજા.

– 28 માર્ચ : રવિવાર

– 29 માર્ચ : હોળીની રજા

– 30 માર્ચ – પટનામાં બેંકો બંધ રહેશે.

– 31 માર્ચ : નાણાંકીય વર્ષનો છેલ્લો દિવસ

– 1 એપ્રિલ -બેંકના વાર્ષિક એકાઉન્ટનો ક્લોઝિંગ ડે.

– 2 એપ્રિલ – ગુડ ફ્રાઈડેની રજા.

– 4 એપ્રિલ : રવિવારની રજા.

Related Articles

Back to top button