ગુજરાત માટે alarm bell! એક મહિના પહેલાની સરખામણીમાં ચાર ગણો વકર્યો છે કોરોના
ગુજરાતમાં કોરોના બધી હદો વટાવી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના છેલ્લા બે દિવસથી 1700થી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. જેમાં બુધવારે પહેલીવાર કોરોનાના સૌથી વધુ 1,790 કેસ નોંધાયા છે તેમજ ચોવીસ કલાકમાં 1277 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે, જ્યારે ત્રણ મહિના બાદ પહેલીવાર 8નાં મોત થયાં છે. રાજ્યમાં અમદાવાદ અને સુરત (Surat) કરોનાના હોટસ્પોટ બનતા જઇ રહ્યાં છે. આ ઉપરાંત અમદાવાદની અમદાવાદ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં છેલ્લા બે દિવસમાં 22 કેસ નોંધાયા છે. જેથી કેમ્પસને એએમસી દ્વારા કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયો છે.
એક મહિનામાં ચાર ગણો વધ્યો કોરોના
જો કોરોનાના કેસના આંકડાની વાત કરીએ તો, આજથી બે મહિના પહેલા એટલે 24 જાન્યુઆરીના રોજ રાજ્યમાં કોરોનાના 410 કેસ નોંધાયા હતા. જેના એક મહિના બાદ ફેબ્રુઆરી 24ના રોજ 380 કેસ નોંધાયા અને 24 માર્ચની વાત કરીએ તો આ કેસ વધીને 1790 થયા છે. એટલે કહી શકાય કે, 24મી ફેબ્રુઆરીથી 24મી માર્ચ આવતા આવતા કોરોનાના કેસની સંખ્યામાં ચારગણા કરતા પણ વધારે વધારો થયો છે. જો આપણે રાજ્યમાં એક અઠવાડિયા પહેલાના આંકડા પણ તપાસીએ તો રાજ્યમાં 17મી માર્ચ, બુધવારના રોજ 1122 કેસ નોંધાયા હતા. એટલે કે એક અઠવાડિયા બાદ કોરોનાના આંકડામાં 668 કેસોનો વધારો નોંધાયો છે.
સૌથી વધુ સુરતમાં સ્થિત ખરાબ
રાજ્યમાં બુધવારે મળતા આંકડા પ્રમાણે, સુરતમાં રેકોર્ડબ્રેક 582, અમદાવાદમાં 514, વડોદરામાં 165, રાજકોટમાં 164, ભરૂચમાં 13, મહેસાણામાં 17, જામનગરમાં 35, ખેડામાં 19, પંચમહાલમાં 5, ભાવનગરમાં 38, ગાંધીનગરમાં 39, કચ્છમાં 15, આણંદમાં 10, દાહોદમાં 16, નર્મદામાં 17, સાબરકાંઠામાં 9, છોટાઉદેપુરમાં 1, અમરેલીમાં 14, જૂનાગઢમાં 8, મહીસાગર 11, મોરબીમાં 12, અરવલ્લી 3, બનાસકાંઠા 9, ગીરસોમનાથમાં 6, વલસાડ 7, પાટણ 19, સુરેન્દ્રનગર 8, તાપી 8, બોટાદ 1, ડાંગ 4, દેવભૂમિ દ્વારકા 7, પોરબંદરમાં 2 કેસ નોંધાયા છે.