गुजरात

સુરતમાં કોરોનાના નવા સ્ટ્રેઈનના નવા જ લક્ષણો જોવા મળ્યા, સરકારે આપી મહત્ત્વની જાણકારી

એક બાજુ સમગ્ર ગુજરાતમાં કોરોનાના રેક્રોડ બ્રેક કેસ આવી રહ્યા છે ત્યારે સુરતમાં કોરોનાના નવા સ્ટ્રેઈનના કારણે ભારે ગભરાટ છે. નવા સ્ટ્રેઈનના લક્ષણો પણ અલગ હોવાથી સુરત મહાનગરપાલિકાએ લોકોને સાવચેત રહેવાની સાથે સાથે આ સ્ટ્રેઈન અંગે મહત્વની માહિતી ટ્વીટ કરીને આપી છે.

આ નવા સ્ટ્રેઈનમાં કોરોનાના અગાઉ જોવા મળેલાં લક્ષણો કરતાં અલગ નવાં લક્ષણ જોવા મળ્યા છે. કોવિડના નવા સ્ટ્રેઈનમાં અલગ પ્રકારના લક્ષણ સામે આવ્યા છે. જેમાં માથાનો દુખાવો, ચામડીના રોગ, ઝાડા થવા, આંખ આવવી, શરીરમાં કળતર અને દુખાવો, ગળામાં દુખાવો, હાથની આંગળીઓ અને પગનાં ટેરવા ફિક્ક પડી જવા જેવા લક્ષણ ધરાવતા લોકોમાં કોરોના પોઝિટિવ જોવા મળ્યા છે. સુરતમાં એવા લોકો પણ પોઝિટિવ છે જેમાં કોવિડના કોઈ લક્ષણ પણ જોવા મળતા નથી એ લોકો માટે ચેતવણી છે.

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ રેકોર્ડ બ્રેક 1730 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 4 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે. ગઈકાલે રાજ્યમાં 1255 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,77,603 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.60 ટકા પર પહોંચ્યો છે. હાલ 8318 એક્ટિવ કેસ છે, જેમાંથી 76 લોકો વેન્ટિલેટર પર અને 8242 લોકો સ્ટેબલ છે.

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 2 અને સુરત કોર્પોરેશનમાં 2 મળી કુલ 4 દર્દીના મૃત્યુ થયા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4458 લોકોના કોરોનાથી મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1730 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 4 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે.

Related Articles

Back to top button