गुजरात
સુરતના કિન્નર સમાજની માનવતા: ‘ધૈર્યરાજ’ માટે દિલ ખોલીને કર્યું દાન, ભેગા કર્યા 65,000 રૂપિયા

સુરત : મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનો ત્રણ મહિનાનો ધૈર્યરાજ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે. લોકો મદદે આવે તે માટે ન્યૂઝ18 ગુજરાતી દ્વારા ખાસ મુહિમ ચલાવવામાં આવી રહી છે. આ અંગે સતત અહેવાલ પ્રસારિત કરવામાં આવી રહ્યો છે. ટીવીના માધ્યમથી ગુજરાતના ખૂણે ખૂણે ધૈર્યરાજને બચાવવા મેસેજ પહોંચાડવામાં આવી રહ્યો છે. ત્યારે આનંદની વાત એ છે કે, ધૈર્યરાજના ખાતામાં અત્યારસુધી સાડા ચાર કરોડથી વધુ જેટલી રકમ જમા થઈ છે. ધૈર્યરાજ માટે લોકો દિલ ખોલીને દાન આપી રહ્યા છે. મુહિમમાં સુરતનો કિન્નર સમાજ પણ આગળ આવ્યો છે અને કિન્નર સમાજ દ્વારા પોતના જ સભ્યો પાસેથી ધૈર્યરાજ માટે રૂપિયાની ઉઘરાણી કરવાની શરૂ કરી દીધી હતી.