गुजरात

ગુજરાતના ટંકારામાં સિક્કિમના રાજ્યપાલ ગંગાપ્રસાદજી ઋષિ મહોત્સવમાં પધાર્યા

Anil Makwana

ટંકારા

રિપોર્ટર – કમલેશ નાકરાણી

મહાન ક્રાંતિકારી આર્ય સમાજના સ્થાપક શ્રી મહર્ષિ દયાનંદ નો ઋષિ બોધોત્સ્વ તેમની જન્મભૂમિમાં દર વર્ષે ધામધૂમથી ઉજવાય છે. ટંકારામાં તા.10 તથા 11ના  રોજ આ વર્ષે કોરોના ની મહામારી ના કારણે સીમિત લોકોની હાજરીમાં યોજાયેલ. દિલ્હીથી આર્યવીર દળ ના 60 મોટર સાયકલ સવારો ટંકારા ખાતે મહર્ષિ ની પવિત્ર જન્મભૂમિમાં  પધારેલ. શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ ના મંત્રી અજય સહગલ, ઉપદેશક વિદ્યાલયના આચાર્ય રામદેવજી તથા વ્યવસ્થાપક રમેશભાઈ મહેતા દ્વારા  હાર્દિક સ્વાગત કરાયેલ. 

સિક્કિમના રાજ્યપાલ  શ્રી ગંગા પ્રશાદજી ઋષિ  બોધોત્સવમાં  પધારેલ. તેમનું  ગાર્ડ  ઓફ ઓનર આપી સ્વાગત કરાયેલ. રાજ્યપાલ ગંગા પ્રસાદજી એ યજ્ઞમાં ભાગ લીધેલ અને આહુતી અર્પણ   કરેલ. રાજ્યપાલ ગંગા પ્રસાદજી ના વરદ હસ્તે ઓમધ્વજ નું ધ્વજારોહણ કરાયેલ. રાજ્યપાલ ગંગાપ્રસાદ જી એ મહર્ષિ દયાનંદ ની જન્મભુમી  ના દર્શન કરેલ. રાજ્યપાલ ગંગા પ્રસાદજી એ મહર્ષિ દયાનંદની પોતાની ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ. તેમણે જણાવેલ કે મહર્ષિ ની પવિત્ર જન્મભૂમિ ના પાવન દર્શનથી મારું જીવન ધન્ય બન્યું છે. આચાર્ય શ્રી ચંદ્રગુપ્ત જી તેમજ મૈત્રી જી તેમણે જણાવેલ સિક્કિમમાં આર્ય ધર્મપાલજી એમ. ડી. એચ. મસાલા ના સહયોગથી રૂપિયા બે કરોડના ખર્ચે વૈદિક આશ્રમ બની રહેલ છે. મહર્ષિ દયાનંદ ના વિચારોને જીવનમાં ઉતારવા અનુરોધ કરેલ.

 

Related Articles

Back to top button