અમદાવાદના આ શિવ મંદિરમાં સિગારેટ ચડે છે, ભક્તોની થાય છે મનોકામના પૂર્ણ

અમદાવાદ: આજે મહાશિવરાત્રી છે. ત્યારે આજે આપણે અમદાવાદમાં આવેલા અનોખા મંદિરની વાત કરીશું. મહાદેવને ભાંગનો પ્રસાદ ચઢે, ધતૂરો પણ મહાદેવને પસંદ છે, દૂધ. દહી.તલને કાંઈ ના હોય તો પાણીનો પણ અભિષેક કરવામાં આવે તો પણ તેમને પ્રિય છે. પરંતુ શું તમને ખબર છે કે, અમદાવાદમાં એવું પણ એક મંદિર છે જ્યાં શિવજીને સિગારેટ ચડાવવામાં આવે છે.
વર્ષો પહેલા ઋષિ મુનિઓ વર્ષો તપ કરતા અને ભક્તિમાં લીન રહેતા એટલે તેમની લાંબી જટાઓ થતી તેવા જ એક મહાદેવ ભક્ત ઋષિ દ્દધિચી હતા જેમણે પોતાના દેહનો ત્યાગ કરી પોતાના હાડકામાંથી વજ્રનું નિર્માણ કર્યું અને પોતે લોક કલ્યાણ માટે સમાધિમાં જતાં રહ્યાં. તે જ ગુરુની અમદાવાદમાં સમાધી છે. તેમની જ કૃપા દ્રષ્ટીથી અમદાવાદના સાબરમતી નદીને કિનારે તે ગુરુની સમાધિ આવેલી છે જે ભોગમાં સિગારેટ લે છે. માનવામાં નહિ આવે પરંતુ અઘોરી બાબાને અહીં સિગારેટ ચડે છે. આ અંગે અહી મહિલાઓ નું કહેવું છે કે, અહીં આવનારા દરેકની મનોકામના પૂર્ણ થાય છે.