શાંતિથી નહીં માનો તો બળપ્રયોગ કરીશું: ટ્રમ્પ-ઝેલેન્સ્કીની બેઠક પહેલા પુતિનનું અલ્ટિમેટમ | Putin Issues Ultimatum as Zelensky Meets US President to Discuss Ukraine War

Russia Warns Ukraine Ahead of Zelensky–US Talks | યુક્રેનના પ્રમુખ અમેરિકાના પ્રમુખ સાથે બેઠક કરવા જઈ રહ્યા છે. ફ્લોરિડાના પામ બીચ પર બંન નેતાઓ વચ્ચે મુલાકાત થશે. આ મુલાકાતમાં રશિયા-યુક્રેન યુદ્ધના સમાધાન અંગે ચર્ચા કરવામાં આવશે. જોકે આ બેઠક પહેલા જ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને ચેતવણી આપી છે.
પુતિનનું યુક્રેનને અલ્ટિમેટમ
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને સ્પષ્ટ ચેતવણી આપી છે કે યુક્રેન શાંતિ પ્રસ્તાવ નહીં માને તો રશિયાએ બળપ્રયોગ કરવો પડશે અને રશિયા સૈન્યની મદદથી પોતાના ઉદ્દેશ્યો પૂરા કરશે. નોંધનીય છે કે હાલમાં જ રશિયાએ યુક્રેનના કીવ પર મિસાઈલથી હુમલો પણ કર્યો હતો. પુતિને કહ્યું છે, કે રશિયા શાંતિથી સમાધાન કરવા માંગતુ હોય તેવું નથી લાગતું. એવામાં જો તે શાંતિથી નહીં માને તો રશિયા યુક્રેન પર સૈન્ય કાર્યવાહી કરશે. રશિયાની સરકારી એજન્સી અનુસાર પુતિને એમ પણ કહ્યું છે શાંતિથી સમાધાન અંગે યુક્રેન ગંભીર નથી.

રશિયાએ હાલમાં જ કર્યો હતો કીવ પર હુમલો
બીજી તરફ યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીનો દાવો છે કે શાંતિથી સમાધાનના રસ્તા અમે કોઈ અડચણ ઊભી નથી કરી રહ્યા. નોંધનીય છે કે ઝેલેન્સ્કીએ અમેરિકા જતાં પહેલા કેનેડા, જર્મની, ફિનલેન્ડ, ડેન્માર્ક સહિતના નાટો દેશના પ્રમુખો સાથે મુલાકાત કરી છે. નોંધનીય છે કે હાલમાં જ રશિયાએ યુક્રેનના પાટનગર કીવ પર ભીષણ હુમલો કર્યો હતો. રશિયાએ કીવ પર 500થી વધુ ડ્રોન અને 40 મિસાઈલ છોડી હતી. જેમાં એક વ્યક્તિના મોત અને 27 ઈજાગ્રસ્ત હોવાની આશંકા છે.


