गुजरात

ગુજરાતના ઈતિહાસનું સૌથી ધનિક ₹.2.27 લાખ કરોડનું બજેટ નીતિન પટેલએ રજૂ કર્યુ

Anil Makwana

ગાંધીનગર

ગુજરાત રાજ્યના નાણાં મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે ગુજરાત વિધાનસભામાં નવમી વખત બજેટ રજૂ કરી રહ્યાં છે. આજે વિધાનસભા સંકુલમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કાળી બેગ લઈને પહોંચ્યા, ત્યારે નાણાં વિભાગના ઉચ્ચ અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું.

મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ રૂ. 3,511 કરોડની જોગવાઇ
સશક્ત મહિલા સુપોષિત ગુજરાતના અભિગમ સાથે રાજ્યમાં પ૩,૦૦૦થી વધુ આંગણવાડીઓ મારફત અંદાજીત ૬૦ લાખ બાળકો, કિશોરીઓ, સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓને પૂરક પોષણ અને આરોગ્ય શિક્ષણનો લાભ આપવામાં આવે છે.
• પૂરક પોષણ યોજનાઓ માટે રૂ. ૯૩૯ કરોડની જોગવાઈ
• ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ અંદાજીત ૮ લાખ લાભાર્થી વિધવા બહેનોને સહાય આપવા રૂ. ૭૦૦ કરોડની જોગવાઇ.
• રાજ્યની ૧૫ થી ૧૮ વર્ષની ૧૧ લાખ ૭૬ હજાર કિશોરીઓને લાભ આપવા માટે પૂર્ણા યોજના અંતર્ગત રૂ. ૨૨૦ કરોડની જોગવાઈ.
• વિકાસશીલ તાલુકાઓ અને આદિજાતિ વિસ્તારના મળી કુલ ૮૩ તાલુકામાં આંગણવાડી લાભાર્થીઓને ફ્લેવર્ડ દૂધ પૂરું પાડવા માટેની દૂધ સંજીવની યોજના અંતર્ગત રૂ. ૧૩૬ કરોડની જોગવાઈ.
• 6 માસથી 3 વર્ષના બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણ સ્તરમાં સુધારો લાવવા પ્રાયોગિક ધોરણે ડાંગ, દાહોદ, નર્મદા, દ્વારકા અને ભાવનગર જિલ્લામાં આયર્વેદિક ઔષધિઓના ઉપયોગનું આયોજન છે. જે માટે રૂ. ૯ કરોડની જોગવાઇ.
• નવી શિક્ષણ નીતિ-૨૦૨૦ અનુસાર પૂર્વ પ્રાથમિક શિક્ષણ સુદ્રઢ કરવા અને આંગણવાડીમાં અભ્યાસ અર્થે આવતા ૧૬ લાખથી વધુ બાળકોનો ગુણવત્તાયુક્ત વિકાસ માટે “પા પા પગલી” યોજનાનું આયોજન કરવામાં આવેલ છે. જે માટે રૂ. પ કરોડની જોગવાઈ.
• સામાજિક ઉત્થાનના પ્રયાસ રૂપે પુનર્લગ્ન કરનાર વિધવા મહિલા ગૌરવ સાથે સન્માનિત જીવન નવેસરથી શરૂ કરી શકે તે માટે લાભાર્થી દીઠ રૂ. પ૦ હજારની સહાય કરવામાં આવશે. આ ગંગા સ્વરૂપા પુન:લગ્ન સહાય યોજના માટે રૂ. ૩ કરોડની જોગવાઈ

વિદ્યાર્થીઓ માટે બજેટમાં શું જોગવાઈ?
• રાજ્યની 3400 શાળાઓમાં જરૂરી તમામ સુવિધાઓ વિકસાવવા માટે પાંચ વર્ષ માટે 1207 કરોડની જોગવાઈ
• ધોરણ 1 થી 8ના આશરે 45 લાખ બાળકોને મધ્યાહન યોજના માટે 1,044 કરોડની જોગવાઈ
• રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત રાજ્યમાં ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે 567 કરોડની જોગવાઈ
• 11 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓને એસટી બસ પાસ માટે 205 કરોડની જોગવાઈ
• મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના અંતર્ગત શિક્ષણના અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓને પ્રદૂષણથી થતા હોસ્ટેલ અને ભોજનકક્ષમાં શિષ્યવૃત્તિ સહાય પેટે 287 કરોડની જોગવાઈ
• કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ તા વિદ્યાર્થી ઓને ટેબ્લેટ આપવા માટે ૨૦૦ કરોડની જોગવાઈ
• 3 લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ અપાશે

• નવી શિક્ષણ નીતિ 2020 અનુસાર પૂર્વ પ્રાથમિક શિક્ષણ દૂર કરવા અને આંગણવાડીમાં અભ્યાસ અર્થે આવતા 16 લાખથી વધુ બાળકોના વિકાસ માટે “પા પા પગલી યોજના”નું આયોજન. જેના માટે 5 કરોડની જોગવાઈ

• ગુજરાતમાં 2 મેગા ટેક્સટાઇલ પાર્કનું આયોજન. જબુંસરમાં બ્લક ટ્રક ઈન્ડસ્ટ્રીયલ પાર્ક અને રાજકોટમાં મેડિકલ ડિવાઈસ ઈન્ડસ્ટ્રીયલ પાર્કની સ્થાપના કરવામાં આવશે

• 1 લાખ કરોડની નવી વનબંધુ કલ્યાણ યોજના-2, 90 લાખ આદીવાસીઓ માટે પૈસા વપરાશે

• સૌની યોજનાના ત્રીજા તબક્કાની ફાળવણી. સૌની યોજના માટે 1071 કરોડ રૂપિયાની ફાળવણી
• ગ્રામ્ય કક્ષાએ સ્વરોજગારી માટે દૂધાળા પશુઓના ડેરી ફાર્મની સ્થાપના
• 10 ગામદીઠ એક ફરતાં પશુ દવાખાનાની સેવાઓ માટે રૂપિયા 43 કરોડની જોગવાઇ
• કરુણા એનિમલ એમ્બુલન્સ 1962 હેલ્પ લાઇનની સેવાઓ માટે રૂપિયા 7 કરોડની જોગવાઇ

• રાજ્યમાં સોલર રૂફ ટોપ માટે રૂ.800 કરોડની જોગવાઈ, 3 લાખ ઘરોને સહાય અપાશે

✓  દિપડાની દહેશત ઘટાડવા બજેટમાં ખાસ જોગવાઈ
રાજ્યમાં દિપડાની દહેશત ઘટાડવા માટે 7 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. અમરેલી અને જાંબુઘોડામાં દિપડાઓ માટે ખાસ સેન્ટર બનશે. દિપડાનું મેગા રેસ્ક્યુ સેન્ટર સ્થપાશે

એશિયાઈ સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે કેન્દ્રના લાયન પ્રોજેક્ટના પહેલા તબક્કા માટે રૂ 11 કરોડ
• જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મહેસુલી, વીડી વિસ્તારમાં સિંહોનું સંરક્ષણ થશે
• સિંહોના ખોરાક વધારવા સાંભર બ્રિડિંગ સેન્ટર 10 કરોડના ખર્ચે બનશે

સરકારની ઉત્તર ગુજરાતને ભેટ
સુજલામ સુફલામ યોજનાથી તળાવો-ભરાશે. 3 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા 737 ગામોના તળાવો ભરાશે

રોજગારીની તકો ઉભી કરવામાં આવશે
ગુજરાતમાં આગામી 5 વર્ષમાં 2 લાખ યુવાનોની નવી ભરતી કરશે.સરકારી કચેરીઓમાં, બોર્ડ કોર્પોરેશન, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 2 લાખ યુવાનોની ભરતી કરાશે. અલગ-અલગ સેકટરમાં આગામી 5 વર્ષમાં 2 લાખ યુવાનો માટે રોજગારીની તકો ઉભી કરાશે.

• ACB માં 199, એન્ટી હ્યુમન ટ્રાફીકિંગ યુનિટમાં 146 જગ્યાઓ
• રાજકોટ પોલીસ કમિશનરની ટ્રાફિક શાખા માટે 184 જગ્યાઓ
• આશ્વસ્ત પ્રોજેકટ માટે 112 જગ્યાઓ
• 12 નવા પોલીસ સ્ટેશનો માટે 653 ની ભરતી
• સુરત શહેરમાં 4 નવા પોલીસ સ્ટેશન માટે 300 જગ્યાઓ નો સમાવેશ

રોડ-રસ્તાના નિર્માણ માટે બજેટમાં 309 કરોડ રૂપિયાની ફાળવણી
• અમદાવાદ-મહેસાણા હાઈવે સિક્સ લેન બનશે, જે માટે 100 કરોડ રૂપિયાની ફાળવણી
• મોરબી-હળવદ રોડ ફોર લેન બનશે
• જેતપુર-મોરબી-ઘાટિલા માર્ગ ફોર લેન બનશે

કમલમ ફ્રૂટનું વાવેતર
કેવડિયામાં 50 કિલોમીટરમાં કમલમ ફ્રૂટ ખીલશે, કેવડિયાની આસપાસના વિસ્તારમાં કરાશે વાવેતર. 2 લાખના વાવેતર માટે 15 કરોડ રૂપિયાની જોગવાઈ. ખેડૂતોની માંગ બાદ રાજ્ય સરકારે ડ્રેગન ફ્રૂટનું નામ બદલીને “કમલમ” રાખ્યું છે.

• મેટ્રો માટે 568 કરોડ રૂપિયાની જોગવાઈ
• અમદાવાદ-ગાંધીનગર મેટ્રો માટે ફાળવણી, સુરત મેટ્રો માટે પણ ફાળવણી

સ્માર્ટ સિટી પ્રોજેક્ટ માટે 700 કરોડ રૂપિયાની જોગવાઈ
• અમદાવાદ, સુરત અને રાજકોટનો સમાવેશ
• વડોદરા, ગાંધીનગર મનપાનો સમાવેશ
• દાહોદ નગર પાલિકાને પણ ફાળવાશે રકમ

• રાજકોટમાં માધાપર ચોકડી પર PPP ધોરણે નવું બસસ્ટેશન બનશે
• અન્ય નવા 6 બસસ્ટેશન બનશે, 9 બસ સ્ટેશનનું રીનોવેશન થશે જેના માટે રૂ 100 કરોડ
• નારગોલ અને ભાવનગર બંદરોનો વિકાસ કરવા મંજૂરી
• શહેરી વિકાસ વિભાગ માટે ૧૩,૪૯૩ ની જોગવાઈ
• વર્ષ 2022 ના 55000 આવાસ નિરમા માટે 300 કરોડની જોગવાઈ
• અમદાવાદ સુરત રાજકોટ વડોદરા ગાંધીનગર સ્માર્ટ સિટી હેઠળ ૭૦૦ કરોડ
• અમદાવાદ ગાંધીનગર સુરત મેટ્રો રેલ માટે 568 કરોડ
• અંબાજી શક્તિપીઠ વિકાસ અને વિસ્તાર માટે અથવા તેને પાંચ કરોડની જોગવાઈ
• વર્ષ 2022 ના 55000 આવાસ નિરમા માટે 300 કરોડની જોગવાઈ
• અમદાવાદ સુરત રાજકોટ વડોદરા ગાંધીનગર સ્માર્ટ સિટી હેઠળ ૭૦૦ કરોડ
• અમદાવાદ ગાંધીનગર સુરત મેટ્રો રેલ માટે 568 કરોડ

• ગિફ્ટ સિટીમાં મૂડી રોકાણ માટે 100 કરોડ રૂપિયાની જોગવાઈ
• વેલ શાર્ક ટૂરિઝમ સાથે રોજગારની નવી યોજના

• સામાન્ય વહીવટ વિભાગને 1730 કરોડ રૂપિયા ફાળવાયા
• માહિતી પ્રસારણ વિભાગને 168 કરોડ રૂપિયાની જોગવાઈ
• કાયદા વિભાગ માટે 1698 કરોડ રૂપિયાની ફાળવણી

• આવક ઓછી છતાં સરકારે ગુજરાતના વિકાસના કામો નથી અટકાવ્યા. કોરોનાકાળમાં રાજ્યની વિકાસ યાત્રા અમે યથાવત જાળવી રાખી. મહિલાઓ અને વૃદ્ધોને પેન્શન આપવાની કામગીરી કરી

6 સ્થળો પર બનશે હેલિપોર્ટ
પ્રવાસનને વેગ આપવા માટે રૂ. 3 કરોડના ખર્ચે હેલીપોર્ટ બનાવાશે. હવે હેલિકોપ્ટરમાં બેસીની જાત્રા થઈ શકશે. સોમનાથ, અંબાજી, દ્વારકા, સાપુતારા અને ગીરમાં બનશે હેલીપોર્ટ.

• બિન ઉપજાઉ જમીન પર સોલાર પ્રોજેક્ટ

• ગુજરાત સરકારે રૂપિયા 14 હજાર કરોડનું “આત્મનિર્ભર પેકેજ” આપ્યું
• રાજ્યના 76,38,000 પરિવારોના ખાતામાં રૂપિયા 1 હજારની નાણાકીય સહાય
• સ્ટેચ્યૂ ઑફ યુનિટી આપણા માટે ગર્વની વાત. દેશ-વિદેશથી લોકો સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જોવા આવ્યા છે. વિપક્ષના લોકોને પણ સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાત લેવા ભલામણ

✓  ગુજરાત 2021-22 માટે 2,27,029 કરોડ રૂપિયાનું બજેટ, ક્યાં-કેટલા રૂપિયા ફાળવાયા ?

• માર્ગ અને મકાન વિભાગ માટે રૂપિયા 11,185 કરોડની જોગવાઈ
• બંદર અને વાહન વ્યવહાર વિભાગ માટે 1,478 કરોડની જોગવાઈ
• પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે 8,796 કરોડની જોગવાઈ
• શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ માટે રૂપિયા 13493 કરોડની જોગવાઈ
• શ્રમ અને રોજગાર વિભાગ માટે 1502 કરોડની જોગવાઈ
• સામાજિક અને ન્યાય અને અધિકારીતા વિભાગ માટે 4353 કરોડની જોગવાઈ
• આદિજાતી વિકાસ વિભાગ માટે 2656 કરોડની જોગવાઈ
• મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 3511 કરોડની જોગવાઈ
• પાણી પુરવઠા માટે 3974 કરોડ રૂપિયાની જોગવાઈ
• જળ સંપતિ વિભાગ માટે 5494 કરોડની જોગવાઈ
• શિક્ષણ વિભાગ માટે 32,719 કરોડની જોગવાઈ
• આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 11323 કરોડની જોગવાઈ
• ફૂડ પ્રોસેસિંગ માટે 82 કરોડ રૂપિયાની જોગવાઈ
• બગાયત ક્ષેત્ર માટે 442 કરોડ રૂપિયાની જોગવાઈ
• જળ સંપત્તિ વિભાગ માટે 5494 કરોડ રૂપિયા
• કૃષિ અને સહકાર વિભાગ માટે 7232 કરોડ રૂપિયા
• ખેત પેદાશ વેચાણ વ્યવસ્થા માટે 78 કરોડ રૂપિયા
• ઉર્જા અને પેટ્રો કેમિકલ વિભાગ માટે 13,034 કરોડની જોગવાઈ
• ક્લાઈમેન્ટ ચેન્જ વિભાગ માટે 910 કરોડની જોગવાઈ
ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે 6,599 કરોડની જોગવાઈ

• 1 હજારથી વધુ ધનવંતરી રથ ગામે-ગામ ફર્યા, જેનાથી લોકોને ઝડપી સારવાર મળી
• નવી મેડિકલ કોલેજો અને હોસ્પિટલોની સંખ્યા વધારવામાં આવી
• બ્લડ બેંકો અને આધુનિક એમ્બ્યુલન્સ સેવાની સુવિધા વધારવામાં આવી
• તાત્કાલીક નિર્ણયો કરી નવા ICU ઉભા
• ધનવંતરી રથના માધ્યમથી લોકોનાના આરોગ્યની તપાસ કરવામાં આવી
• બીજા રાજ્યો કરતાં કોરોનાના સંક્રમણ ઘટાડવામાં ગુજરાત સફળ

• કોરોના મહામારીમાંથી આપણે બહાર આવી રહ્યાં છીએ
• PM મોદીએ વૅક્સિન લીધી, તે સમગ્ર દેશ માટે પ્રેરણાદાયક
• “અડીખમ છીએ”- કવિતાની પંક્તિ વાંચીને નીતિન પટેલે બજેટ વાંચવાની કરી શરૂઆત

આ પણ વાંચો: સરકારી સબસીડીવાળા ₹ 400ના ગેસના બાટલાની કિંમત 826 રૂપિયા પર પહોંચી Gujarat Budget 2021

આ તકે નાણાં મંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, લોકડાઉન કર્યું અને અનલોક જેવી પરિસ્થિતિમાં રાજ્ય સરકારની આવકમાં ઘણો ઘટાડો આવ્યો હતો. જ્યારે, એક સમયે આવક સંપૂર્ણ બંધ થઈ ગઈ હતી અને જેમ જેમ અનલોક કરવામાં આવ્યું તેમ તેમ રાજ્ય સરકારની આવક થતી ગઈ હતી. આમ તમામ પાસાઓને ધ્યાનમાં લઈને આવનારૂ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના સામાન્ય નાગરીકોને આ મારી સરકાર અને મારુ બજેટ અનુભવ થાય તેવી રીતનું બજેટ તૈયાર કરવામાં આવ્યું છે. Gujarat Budget 2021. રાજ્યના બજેટ-2021ની માહિતી સામાન્ય નાગરિકને પણ સરળતાથી મળી રહેતા તેવા હેતુથી સરકારે એક મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ચ કરી છે. જેની મદદથી દેશનો કોઈ પણ નાગરિક ઓનલાઈન બજેટ જોઈ શકશે.

 

 

Related Articles

Back to top button