गुजरात
બોટાદ જિલ્લા ના ગઢડા ખાતે કોલસો ભરેલ ડંફરને અકસ્માત નડયો,ડંફર પલટી ખાઈ ઞયુ. અનેક પ્રશ્નો ઉઠ્યા.!
Anil Makwana

ગઢડા
રીપોર્ટ – રાઠોડ પ્રકાશ
બોટાદ ગઢડા સ્વામીના ખાતે ઘેલા નદી પાસે આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ ની બાજુમાં અકસ્માતે કોલસો ભરેલું ડમ્પર પલટી ખાઈ જતા તમામ કોલસા પર ઢોળાયો હતો. ઉલ્લેખનીય છે કે કોલસો સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ માં અને કચ્છના પાનધ્રો માં મળી આવે છે. ત્યારે સરકાર શ્રી દ્વારા કિંમતી લિગ્નાઇટ કોલસાની ખાણો ને મંજૂરી આપી છે કે કેમ તે પ્રશ્ન થાય છે અને મંજૂરી આપી હોય તો રોયલ્ટી સાથે આ કીમતી ખનીજને વેચવામાં આવે છે કે પછી તંત્ર ના નાક નીચેથી ગેરકાયદેસર હેરાફેરી થાય છે તે તપાસનો વિષય છે પરંતુ અકસ્માત સર્જાતા બ્લેક સ્ટોન, સેન્ડ ,બાદ લિગ્નાઇટ ની હેરાફેરી ના મોટા સેટિંગ બોટાદ જિલ્લા માં હોવાની સંભાવના વધી છે હવે જોવાનું એ રહે છે કે તટસ્થ તપાસ થાય છે કે પછી “તેરી ભી ચૂપ ઓર મેરી ભી ચૂપ’ થઈ જાય છે.