गुजरात

બોટાદ ભાજપના કયા વગદાર તાનાશાહ નેતાના પાપે ભાજપના કાર્યકર્તાઓએ ભાજપને કહ્યું અલવિદા ?

Anil Makwana

બોટાદ

રીપોર્ટ – રાઠોડ પ્રકાશ

બોટાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જ્યારથી જાહેર થઇ હતી ત્યારથી અને ભાજપમાં જ્યારથી ઉમેદવારોની ટિકિટ જાહેર થઇ ત્યાર બાદ આંતરિક વિખવાદોનો દોર યથાવત રહ્યો છે ત્યારે પાળિયાદસ્થિત ભાજપના ભૂતપૂર્વ જિલ્લા મંત્રીએ 250 યુવાનોના સમર્થન સાથે ભાજપને તિલાંજલિ આપી હતી તેમજ બોટાદ સમસ્ત દલવાડી સમાજના આગેવાન મહાસુખભાઈ કણઝારીયા સહિતના પાયાના કાર્યકરો પણ ભાજપને તિલાંજલિ આપતાં મંત્રીશ્રીના પેટમાં તેલ રેડાયું હતું. પરંતુ આજદિન સુધી કોંગ્રેસના ઉમેદવારો સાથે સાંઠ ગાંઠ કરી જોડતોડ ની રાજનીતિ કરી અને સરકાર બનાવવા માટે છેલ્લી પાયરી સુધી ગયેલા ભાજપના લોકોએ એક વાર પોતાને અરીસો જોઈ લેવો જોઈએ કે પોતે આજદિન સુધી શુ કર્મો આચર્યl છે !!! કે પ્રદેશ અધ્યક્ષ સૂચના નું ઉલંઘન કરી આયાતું ઉમેદવારોને સ્થાનિક સ્વરાજની 10 ટિકિટ ફાળવી દેવામાં આવેલ ત્યારે ઘરના છોકરા ઘંટી ચાટે તેવી સ્થિતિનું નિર્માણ થયેલ છે એટલું જ નઈ વહીવટી તંત્ર અને પોલીસ તંત્રનો દુરુપયોગ કરી વિરોધીઓને ડામવાની વૃત્તિ ધરાવનાર મને પદાધિકારીશ્રી ને પોતાના પદનો ઘમંડ હોય બોટાદના ભાજપના નિષ્ઠાવાન કાર્યકરો નારાજ છે.અને તેનું પ્રમાણ થોડા સમય પેહલા યોજાયેલી ગુજરાતની વિધાનસભા પેટા ચૂંટણીએ આપ્યું હતું. આથી શો ચૂહે ખા કર બિલ્લી હજ કો ચલી. તેવી રીતે કોંગ્રેસના લોકોને આજદિન સુધી ખરીદીને તેને તોડીને પોતાની સત્તા મેળવનાર લોકોને આજે ભાજપના પાયાના કાર્યકરો કોઈ પણ રૂપિયા લીધા વગર માત્ર પોતાના આત્મસન્માન માટે ભાજપને તિલાંજલિ આપ્યા બાદ ભાજપના વગદાર નેતાઓએ પેલા અરીસો જોઈ લેવો જોઈએ તેવી વ્યથા લોક મુખે અને ભૂતપૂર્વ ભાજપના કાર્યકરોમાં ચર્ચાઈ રહી છે. તાજેતરમાં મંત્રી શ્રી દ્વારા તુરખા રોડ વિસ્તારમાં યોજાયેલ જાહેર સભામાં તેના જ ભાજપના કાર્યકરો દ્વારા તેવો જ્યારે સભા સંબોધતા હતા ત્યારે એક વીડિયો ઉતારી ને ભાજપના સિમ્બોલ સાથે કાયકર્તા દ્વારા વાયરલ કરાયો હતો તેમાં મંત્રી જી ની બળતરા સ્પષ્ટ દર્શાય છે. અમારા ન્યૂઝ પેપર અને ચેનલ ના પ્રતિનિધિ આ વીડિયો ની પુષ્ટિ કરતા નથી

Related Articles

Back to top button