ગાંધીધામ : સ્થાનીક સ્વરાજ્ય ચૂંટણીના મતદાન અગાઉ અંજાર વિસ્તારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ મુદામાલ સહીત કિ.રૂ .૫૯,૨૪,૯૦૦ / -નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પુર્વ -કચ્છ..
Anil Makwana

ગાંધીધામ
રિપોર્ટર – કાંતિલાલ સોલંકી
કેમેરા મેન નથુભાઈ ગોહિલ
બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી મોથાલીયા સાહેબ , સરહદી રેન્જ ભુજનાઓ દ્વારા આગામી સમયમાં સ્થાનીક સ્વરાજ્યની ચુંટણી યોજાનાર હોઇ ચુંટણી ભય મુક્ત વાતાવરણમાં યોજાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી અસામાજીક તત્વો ઉપર કાર્યવાહી કરવા તેમજ જીલ્લામાં પ્રોહીબીશનની બદી નેસ્ત નાબુદ કરવા પ્રોહી ડ્રાઇવનુ આયોજન પણ કરેલ હોઇ જેથી પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ , ગાંધીધામ શ્રી મયુર પાટીલ સાહેબનાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબીશનની બદી નેસ્ત નાબુદ કરવા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂદ્ધ કાર્યવાહી કરવા જરૂરી સુચના આપતા એલ.સી.બી.ની.ટીમ પ્રોહી.નાં કેસો શોધવા પ્રયત્નશીલ હતી . તે દરમ્યાન અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભીમાસર ( ચકાસર ) તા.અંજારમાં આવેલ સર્વે નં -૭૪૨ / ૧ વાળા ખેતરમાં મોડી રાત્રે રેઇડ કરી નીચે જણાવ્યા મુજબનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો તથા આરોપી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી અંજાર પો.સ્ટે . સોંપવામાં આવેલ છે . પકડાયેલ આરોપી : ( ૧ ) માદેવા ધના ડાંગર , રહે – મકાન -૩૯૬ ભીમાસર ( ચકાસર ) તા . અંજાર ( ૨ ) કરન તુલેશ્વર ઇન્ટી , રહે – ગોકુલ કંપની કોલોની , રૂમ નં -૪૦ , મેઘપર બોરીચી તા . અંજાર મુળ રહે – કથાલગુડી , જી . મોરેગાવ ( અસમ ) હાજર ન મળી આવેલ આરોપી ( ૧ ) પુના ભાણા ભરવાડ રહેતા.રાપર , ( ૨ ) રામા વજા ભરવાડ રહે- તા.રાપર ( ૩ ) રમેશ નાગજી ભરવાડ રહે – મણાબા , ( ૪ ) મહેન્દ્ર ઉર્ફે મેંદીયો જીવણ કોલી રહેતા.રાપર , ( પ ) ટ્રક નં – આરજે – ૦૭ – જીબી -૬૧૭૧ વાળીનો ચાલક , ( ૬ ) વિદેશી દારૂનો જથ્થો મોકલનાર મુદ્દામાલ : વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ -૮૭૬ , કિ.રૂ .૩૫,૮૨,૦૦૦ / બીયર ટીન નંગ -૩૩૬૦ કિ.રૂ -૩,૩૬,૦૦૦ / – કુલ્લે કિ.રૂ -૩૯,૧૮,૦૦૦ / -પ્રોહી મુદામાલ – સ્કોર્પીઓ કાર નંગ -૧ કિ.રૂ -૧૦,૦૦,૦૦૦ / – તથા મોબાઇલ ફોન નંગ -૦૨ કિ.રૂ -૫૫૦૦ / તથા રોકડ રૂપીયા -૧૪૦૦ / કુલ્લે કિ.રૂ ૫૯,૨૪,૯૦૦ / આ કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એસ.એસ.દેસાઇ તથા પો.સબ ઇન્સ . બી.જે. જોષી તથા એલ.સી.બી. સ્ટાફ જોડાયેલ હતો