राष्ट्रीय

સુરત : વરાછામાં રોમિયોનો આતંક! સગી બહેનોની જાહેરમાં છેડતી કરી, કપડાં ફાડવાની કોશિશ

સુરત શહેરમાં સતત મહિલાઓની છેડતીની ઘટના સામે આવે છે ત્યારે વરાછા વિસ્તારમાં બે બહેનોની જાહેરમાં છેડતી કરાઈ હતી. બંને બહેનોએ વિરોધ કરતા બદમાશે એક બહેનને ચંપલથી માર માર્યો હતો અને મારી નાખવાની ધમકી પણ આપી હતી જોકે સમગ્ર મામલો પોલીસ મથકે પોલીસે ગુનો નોંધી રોડ રોમિયોની ધરપકડ કરી હતી. સુરતમાં સતત મહિલાઓ પર અત્યાચારની ઘટના સામે આવી રહી છે. જેમાં પણ દુષ્કર્મ અને મહિલા સાથે શારીરિક છેડછાડની ઘટના સતત પોલીસ ચોપડે નોંધાઈ રહી છે, ત્યારે ગતરોજ સુરતના વરાછા પોલીસ  મથકમાં પણ એક ફરિયાદ નોંધાયેલી છે.

સુરતના વરાછા ખાતે આવેલી વર્ષા સોસાયટીમાં રહેતી અને બે બહેનના ઘર નજીક લુમ્સના કારખાનામાં મજૂરીકામ કરી પરિવારને આર્થિક મદદરૂપ થતી હતી. જોકે છેલ્લા કેટલાક સમયથી તે પોતાના કામે જતી હતી ત્યારે ત્યારે કારખાનાની બહાર બાઈક સ્ટેન્ડ પર ચઢાવી બેસેલા વિશાલ જેઠવા તથા વિરભદ્ર વાળા બંને બહેનોની છેડતી કરતા રહેતા હતા.

Related Articles

Back to top button