મનપા ચૂંટણી: અમદાવાદમાં સૌથી ઓછું 42.51% મતદાન, જામનગરમાં સૌથી વધારે 53.64% મતદાન

અમદાવાદ: કોરોનાની લહેર મંદ પડી છે ત્યારે રાજ્યની છ મહાનગરપાલિકા માં યોજાયેલા મતદાનમાં સરેરાશ 45.64 ટકા મતદાન નોંધાયું છે. રાજ્યના ચૂંટણી આયોગ તરફથી મોડી મહાનગરપાલિકા પ્રમાણે સરેરાશ કેટલું મતદાન થયું તેની માહિતી જાહેર કરવામાં આવી હતી. જે પ્રમાણે અમદાવાદ મહાનગરપાલિકાનું ચૂંટણીમાં સૌથી ઓછું 42.51 ટકા મતદાન થયું છે. જામનગર મહાનગરપાલિકામાં સૌથી વધારે 53.64 ટકા મતદાન નોંધાયું છે.
તમામ મહાનગરપાલિકાઓમાં સ્ત્રી મતદારોની ટકાવારી 42.18 ટકા રહી છે, જ્યારે પુરુષ મતદારોની ટકાવારી 48.73 ટકા રહી છે. એટલે કે સ્ત્રી મતદારોની સરખામણીમાં પુરુષ મતદારોની મતદાનની ટકાવારી ખૂબ ઓછી રહી છે. આ સાથે જ યોજાયેલી જૂનાગઢ મહાનગરપાલિકાની બે વોર્ડની પેટા ચૂંટણીમાં 51.85 ટકા મતદાન નોંધાયું છે.
ક્યાં કેટલું મતદાન
અમદાવાદ—- 42.51%
અમદાવાદ—- 42.51%
સુરત———- 45.51%
વડોદરા——- 47.99%
જામનગર—— 53.64%
રાજકોટ——- 50.75%
ભાવનગર—— 49.47%
કુલ———– 45.64%
પુરુષ Vs મહિલા મતદારો
શહેર——— પુરુષ——— સ્ત્રી
અમદાવાદ—- 45.90%—- 38.80%
સુરત———- 47.00%—–42.00%
વડોદરા——- 51.07%—- 44.76%
જામનગર—– 57.32%—- 49.78%
રાજકોટ——- 54.60%—- 46.60%
ભાવનગર—– 52.84%—- 45.88%
કુલ———– 48.73%—- 42.18%
છ મહાનગરપાલિકામાં મતદાન યોજાયું
શહેર——— વોર્ડ———- બેઠક
અમદાવાદ—- 48———– 192
સુરત———- 30———– 120
વડોદરા——- 19———– 76
જામનગર —– 16———– 64
રાજકોટ——- 18———– 72
ભાવનગર—– 13———– 52
કુલ———– 144———– 576