સુરત : ચૂંટણી ટાણે દારૂની રેલમછેલ, પૂર્વ મહિલા નગર સેવિકાનો પતિ જંગી જથ્થા સાથે ઝડપાયો, ક્યાં વહેચવાનો હતો પ્લાન?
સુરત : હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે ત્યારે મતદાર ને રિઝવા માટે ભુતપૂર્વ નગર સેવિકાનો પતિ અરુણો જાતતો લઇને આવતો હોવાની હકીકતના આધારે પોલીસે નગર સેવિકાના પતિની દારૂ સાથે ધરપકડ (Liquor) કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.
હાલ ગુજરાત આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે ત્યારે મહાનગર પાલિકા સાથે નગરપાલિકા એ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ની પણ ચૂંટણીને લઈને ગાંધીએ ગુજરાતમાં દારૂબંધી છે પણ ઉમેદવારને રિઝવવા માટે રૂપિયા સાથે દારૂની રેલમછેલ કરતા હોય છે ત્યારે આવા ઉમેદવાર અને ખાસ કરીને મતદારને રિઝવા મેટ લેવામાં આવતો દારૂ ઝડપી પાડવાની પોલીસ ખાસ વોચ રાખતા હોય છે.
ત્યારે સુરતના છેવાડે આવેલ સચિન નગરપાલિકાના ચૂંટણીમાં આજ પ્રકાર દારૂનો જથ્થો લેવામાં આવી રહ્યાની વિગત સચિન પોલીસને મળતા પોલીસે આ મામલે વોચ રાખીએ એક ઈસમને દારૂના જથ્થા સાથે ઝડપી પાડવમાં આવ્યો હતો. જોકે દારૂનો જથ્થો લઇને આવનાર ઈસમ અન્ય કોઈ નહિ પણ સચિન નગર પાલિકાના ભૂતપૂર્વ નગર સેવિકાનો પતિ નીકળ્યો