અમદાવાદ : DJના તાલે એક વ્યક્તિ હથિયાર સાથે ડાન્સ કરતો રહ્યો, Video થયો Viral, જાહેરનામાનો ભંગ
અમદાવાદ: શહેરમાં તાજેતરમાં જ તલવારથી કેક કાપવાની ઘટનાઓ બની હતી. સોશ્યલ મીડિયામાં વિડીયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ત્યારે હવે સોશ્યલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે. જેમાં તલવાર લઈને એક શખસ ડાન્સ કરી રહ્યો છે. ત્યારે પોલીસ હવે આ બાબતે શુ કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે.
શહેરમાં મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે જેની વચ્ચે બે દિવસ પહેલા જ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે હથિયારબંધી અંગે જાહેરનામું (Weapon Ban) બહાર પાડ્યું હતું. જેમાં તલવાર, શસ્ત્ર અને દંડા જેવા હથિયાર રાખવા તે ગુનો બને છે. પરંતુ અમદાવાદના ચમનપુરા વિસ્તારમાં લગ્નપ્રસંગના વરઘોડા દરમ્યાન જાહેરમાં તલવાર વડે ડાન્સનો વીડિયો સોશ્યલ મીડિયામાં (Viral Video) વાયરલ થયો છે. એક વ્યક્તિ જાહેર રોડ પર તલવાર ફેરવી અને ડાન્સ કરી રહ્યો છે. આ વીડિયો ચમનપુરા વિસ્તારમાં પંજાબી સોસાયટી પાસેનો હોવાની ચર્ચા સોશ્યલ મીડિયા પર થઈ રહી છે.