અમદાવાદ : સિવિલમાં નૂતન વર્ષની રાત પણ ભારે રહી, Coronaનો નવો વોર્ડ ખોલવો પડ્યો
અમદાવાદ : અમદાવાદમાં નવરાત્રિ અને દિવાળીના તહેવારોની બાદ કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું છે. કોરોના સમાપ્ત થઈ ગયો હોવાની ભૂલ અમદાવાદીઓને ભારે પડી છે. સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડતી બજારો અને જાહેર સ્થળો પરની ભીડે શહેરમાં સંક્રમણ ફેલાવી દીધું છે. હૉસ્પિટલની ખાલી પડેલી પથારીઓ ટપોટપ ભરાવા લાગી છે. દરમિયાન ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી બાદ બેસતા વર્ષના રાત પણ અમદાવાદ સિવિલ માટે ભારે રહી છે.
અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં બેસતા વર્ષની રાતે 88 નવા કેસ આવ્યા છે. અગાઉ કાળી ચૌદશની રાતે 91 સિરિયસ દર્દી દાખલ થયા હતા. કેસમાં વધારો થવાના કારણે તબીબોએ નવા વર્ષની રાત પણ હૉસ્પિટલમાં જ ઊજવી છે. દર્દીઓનો ધસારો વધી જવાના કારણે સિવિલમાં રાતોરાત નવો વોર્ડ ખોલવાની ફરજ પડી જ્યારે એક ICU વિંગ પણ શરૂ કરવામાં આવી હતી.
અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસોને ધ્યાનમાં લઈને ગઈકાલે યુ.એન મહેતા હોસ્પિટલ ખાતે અગત્યની બેઠક મળી હતી. અમદાવાદ સિવિલ હોસ્પિટલની સારવારની વ્યવસ્થાનો રીવ્યુ કરવા આવ્યો હતો નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ અધ્યક્ષતામા મળેલા બેઠકમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ સહિત લોકો જોડાયા હતા