गुजरात

નખત્રાણા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નયનાબેન ધીરજભાઈ પટેલ ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો

Anil Makwana

નખત્રાણા

રિપોર્ટર – કમલેશ નાકરાણી

નખત્રાણા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નયનાબેન ધીરજભાઈ પટેલ ડોર ટુ ડોર પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ત્યારે કચ્છ જિલ્લાની અંદર અને ખાસ કરીને નખત્રાણા તાલુકાની અંદર ચાલુ સમયગાળા દરમિયાન નખત્રાણા તાલુકાના પંચાયતના પ્રમુખ પણ નયનાબેન પટેલ છે મહિલા સશક્તિકરણ અને મહિલા શક્તિનું જીવતું જાગતું ઉદાહરણ એટલે નયનાબેન ધીરજભાઈ પટેલ નખત્રાણા તાલુકાની અંદર મહિલાઓની સાથે સાથે પ્રજાજનો અને ભારતીય જનતા પાર્ટીમાં પણ આગવું અને અનેરૂ સ્થાન ધરાવતા નયનાબેન ધીરજભાઈ પટેલ હર હંમેશ ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ સૌનો વિકાસ સર્વ જન હિતાય અને રોડ રસ્તા પાણી વીજળી ગટર પ્રજાજનોના સ્થાનિક પ્રશ્નો માટે હરહંમેશ સજાગ રહેતા અને વર્તમાન સમયમાં જ્યારે જિલ્લા પંચાયતના સભ્યોની ચૂંટણી લડવા માટેનો અવસર જેને પ્રાપ્ત થયો છે 

તેના માટે કરીને નખત્રાણા તાલુકા માટે અને નખત્રાણા જીલ્લા પંચાયત સીટ માટે વિકાસના બધા જ મીઠા ફળો ને નખત્રાણા જિલ્લા પંચાયત સીટ ને આપવા માટે કટિબદ્ધ છે એમ ડોર ટુ ડોર પ્રચારમાં જબરજસ્ત પ્રચાર કરી રહ્યા છે વર્તમાન સમયમાં સ્ટાર પ્રચારક કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની જ્યારે ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ત્યારે તેમના આદર્શો અને તેમના રસ્તા પર પણ નયનાબેન ચાલીને જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીને કચ્છ જિલ્લા નખત્રાણા તાલુકા સાથે સાથે ગુજરાતની અંદર પણ ભગવો લહેરાશે એવો વિશ્વાસ એમને એમના પ્રચાર-પ્રસારમાં કર્યો હતો

 

નયનાબેન પટેલ ના પ્રચાર-પ્રસારમાં નખત્રાણા તાલુકાના નખત્રાણા તાલુકા પંચાયતના ઇન્ચાર્જ લાલજીભાઈ રામાણી. વસંત ભાઈ વાઘેલા. ધીરજભાઈ પટેલ. ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો પદાધિકારીઓ આગેવાનો હાજર રહ્યા તેમજ

નખત્રાણા તાલુકા પંચાયતની 20 સીટ અને જિલ્લા પંચાયતની 4 સીટ માટે નખત્રાણા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ જીએમડીસી કોલેજના ટ્રસ્ટી ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન આદરણીય શ્રી લાલજીભાઈ રામાણીને નખત્રાણા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સીટો માટે ચૂંટણી ઇન્ચાર્જ બનાવાયા અને લાલજીભાઈ પટેલે આજરોજ નખત્રાણા તાલુકા પંચાયતના સભ્યો સાથે જિલ્લા પંચાયતના સભ્ય નયનાબેન ધીરજભાઈ પટેલ સાથે કર્યો હતો પ્રચાર

 

 

Related Articles

Back to top button