गुजरात

સુરતમાં BJP કાર્યકરોમાં આક્રોશ: ’36 વર્ષથી અમારે ફક્ત ઘરે સ્લીપ જ પહોંચાડવાની? અને જેને કોઇ ઓળખતું નથી તેમને ટિકિટ આપવાની’

સુરતમાં હાલમાં ચાલી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રચારમાં ટિકિટ વહેંચણીને લઈને અનેક કાર્યકર અને અનેક સમાજ ભાજપથી નારાજ છે. ત્યારે સુરતના વોર્ડ નંબર -9 રાંદેર, પાલનપુર, જહાંગીરપુરાના ભાજપના કાર્યકરો સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીનો ઉધડો લેતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 36 વર્ષથી ભાજપના કાર્યકર તરીકે અમારે સ્ટેપ્લર મારી ઘરે ઘર સ્લીપ જ પહોંચાડવાની છે એવો આક્રોશ ધારાસભ્ય પૂર્ણેશ મોદી સમક્ષ ઠાલવવામાં આવ્યો હતો. દસેક દિવસ જૂનો વીડિયો હવે વાયરલ થઇ રહ્યો છે.

સ્થાનિક સસ્વરાજ ચિત્તનીમાં જે રીતે ભાજપ પાર્ટી દ્વારા 3 નિયમોને લઈને જે રીતે ટિકિટની વહેંચણી કરવામાં આવી છે જેને લઈને વર્ષોથી પાર્ટી માટે કામ કરતા કાર્યકરો નારાજ થયા છે. ત્યારે આ ચૂંટણીમાં પાર્ટીને નુકસાન નહિ થાય તે માટે ભાજપે ડેમેજ કંટ્રોલ શરૂ કર્યું છે. તેવામાં ભાજપે વોર્ડ નંબર -9 રાંદેર , પાલનપુર, જહાંગીરપુરામાં માજી કોર્પોરેટર બકુલ પટેલના પુત્ર રાજન પટેલ અને માજી કોર્પોરેટર કમલેશ સેલરના પુત્ર કૃણાલ સેલરને ટિકિટ આપી છે. આ વોર્ડમાં સામાન્ય બેઠક 2 પર કણબી પટેલ સમાજના ચંદ્રેશ પટેલે ટિકિટ માંગી હતી. પરંતુ ભાજપે ટિકિટ નહીં આપતા ચંદ્રેશ પટેલે અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે.

Related Articles

Back to top button