અમદાવાદ : ‘તારા ખરાબ પગલાથી મારા દીકરાનું ખૂન થયું, જા એને પાછો લઈ આવ’ પતિની હત્યા બાદ મહિલાને સાસરિયાંનો ત્રાસ

અમદાવાદ : પતિની હત્યા બાદ દહેજ પેટે અને મળેલ સહાયના રૂપિયાની માંગણી કરીને મહિલાને સાસુ, દિયર અને નણંદે ત્રાસ આપતા હોવાનો બનાવ શહેરના વાડજ વિસ્તારમાં સામે આવ્યો છે. શહેરના જૂના વાડજ વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે ‘મેં 2018માં તેણે રામાપીર ના ટેકરા પર રહેતા એક યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જોકે જૂન 2019 માં તેના પતિની હત્યા થઈ હતી. જ્યાં સુધી તેના પતિ સાથે રહેતી હતી ત્યાં સુધી તેના સાસરિયાએ તેને સારી રીતે રાખતા હતા. જોકે પતિની હત્યાના બે મહિના બાદ સાસુ અને તેની નણંદ વારંવાર તેના દીકરા ને અહી મૂકી પિયરમાં ચાલી જવા માટે દબાણ કરતા હતા.
તેનો દિયર પણ અવારનવાર દારૂ પીને આવતો હતો અને મહિલાને તેના પિયરમાંથી રૂપિયા બે લાખ લઈ આવવા માટે કહેતો હતો. એટલું જ નહીં મહિલાને તેના પિયરમાં રહેવા માટે નહી જાય તો જાનથી મારી નાખવાની પણ ધમકી આપતો હતો. તેના સાસુ તેને કહેતા હતા કે ‘તારા ખરાબ પગલાને કારણે તેના દીકરા નું ખૂન થયેલ છે તેને લઇ આવ પછી જ તને ઘરમાં રહેવા દઈશ.’