અમદાવાદ : ‘જો તું મને પ્રેમ નહીં કરે તો જાનથી મારી નાખીશ,’ એક તરફી પ્રેમમાં પાગલ યુવક જેલની હવા ખાધી છતા ન સુધર્યો
અમદાવાદ : એક તરફી પ્રેમમાં પાગલ યુવક-યુવતીઓ ક્યારે શું પગલું ભરી લેતા હોય છે તેનો તેઓને કોઈ અંદાજ હોતો નથી. અને પછી આખી જિંદગી પસ્તાવાનો વખત આવે છે. આવો વધુુ એક બનાવ બોપલ વિસ્તારમાં જોવા મળ્યો છે. છેડતી કર્યા બાદ યુવતીનો પીછો કર્યો અને ઈશારા કર્યા. જોકે, આ યુવક અગાઉ પોલીસની હવા ખાઈ ચુક્યો હોવા છતા સુધરવાનું નામ લીધું નહોતું. યુવકે ફરી એવી કરતૂત કરી તેને પોલીસ સ્ટેશને જવાનો વારો આવ્યો છે. આ યુવક ફક્ત છેડતી કરીને અટક્યો નહોતો. એટલેથી સંતોષ ન માન્યા બાદ આરોપીએ એક બનાવટી ફેસબુક પ્રોફાઇલ બનાવી અને યુવતીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી.
અગાઉ બોપલ વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે ગત મહિને રજનીશ મકવાણા નામનો વ્યક્તિ એ તેની દીકરીનો હાથ પકડી છેડતી કરેલ અને ‘જો તું મને પ્રેમ નહીં કરે તો તને જાનથી મારી નાખીશ’ તેમ ધમકી આપીને તેમના ઘરમાં ઘૂસી ગયો હતો.