गुजरात

સરકારી નોકરી મેળવવા રિક્ષા ચાલક યુવાને ગુમાવ્યા 9.59 લાખ રૂપિયા, જોજો તમે ન કરતા આવી ભૂલ

અમદાવાદ : પેટિયું રળવા માટે એક યુવક રીક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેણે પહેલેથી જ સારી નોકરી કે સારો ધંધો કરવાનું વિચાર્યું હતું. અને રિક્ષા ચલાવતા ચલાવતા તે એક યુવકના સંપર્કમાં આવ્યો હતો. જે યુવકે પોતાને ગાંધીનગરમાં ઊંચી ઓળખાણો હોવાનું કહી રિક્ષાચાલક ને તલાટી કે ક્લાર્ક બનાવવાનું કહ્યું હતું અને તે ભરતીમાં ફોર્મ ભરવા માટે કે પરીક્ષા આપવા માટે આ ઠગબાજ યુવકે તેના પિતા સાથે મળી રીક્ષા ચાલક પાસેથી ટુકડે-ટુકડે 9.59 લાખ રૂપિયા પડાવી લીધા હતા. જોકે, સરકારી નોકરીના સ્વપ્ન જોનાર રિક્ષાચાલકના રૂપિયા પણ ગયા અને સ્વપ્ન પણ પૂરું ન ન થયું. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ તેણે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં આપતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

મેઘાણીનગરમાં રહેતા રાકેશ કુમાર ગુપ્તા અમદાવાદ શહેરમાં રીક્ષા ડ્રાઇવિંગ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. વર્ષ 2018માં તેઓ ચાંદખેડા તરફ શટલ ફેરી મારતા હતા. ત્યારે મોટેરા શાકમાર્કેટ પાસે શૈલેન્દ્ર પટેલ નામનો વ્યક્તિ તેમની રિક્ષામાં બેસી ગયો હતો. તેણે રાકેશ કુમારને કહ્યું કે, તેને અવારનવાર રીક્ષાની જરૂર પડતી હોય છે, જેથી રાકેશ કુમારનો મોબાઇલ નંબર લીધો હતો. ત્યારબાદથી આ શૈલેન્દ્ર નામનો વ્યક્તિ અવારનવાર રાકેશ કુમારની સાથે રીક્ષામાં આવવા જવા માટે સંપર્ક રાખતો હતો.

Related Articles

Back to top button