CM રૂપાણીની તબિયત હાલ સ્થિર, 24 કલાક ડૉક્ટરોની દેખરેખ હેઠળ રખાશે
CM રૂપાણીની તબિયત હાલ સ્થિર, 24 કલાક ડૉક્ટરોની દેખરેખ હેઠળ રખાશેCM રૂપાણીની તબિયત હાલ સ્થિર, 24 કલાક ડૉક્ટરોની દેખરેખ હેઠળ રખાશેવડોદરામાં રવિવારે 14મી ફેબ્રુઆરીના (14th February) રોજ ભાજપ ચૂંટણી પ્રચાર દરમિયાન જાહેર સભામાં સંબોધન સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણી તબિયત અચાનક બગડતા તેઓ અચાનક મંચ પર જ ઢળી પડ્યા હતા. જ્યાં તબીબોની ટીમે પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમને તાત્કાલીક સારવાર માટે અમદાવાદની યુ. એન. મહેતા હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ મુખ્યમંત્રીની તબિયત સ્થિર છે. નોંધનીય છે કે, સીએમની તબિયત બગડી હોવા વિશે જાણ થતા જ પીએમ મોદીએ ફોન કરીને તેમના ખબર-અંતર પૂછ્યા હતા. આ ખબર સાંભળતા સીએમ રૂપાણીના પત્ની અંજલિબેન રૂપાણી પણ રાતે જ રાજકોટના નિવાસસ્થાનેથી અમદાવાદ યુ.એન. મહેતા હૉસ્પિટલ આવવા રવાના થઇ ગયા હતા.
’24 કલાક માટે ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે’
અમદાવાદ યુ.એન. મહેતા હૉસ્પિટલમાં ખસેડ્યા બાદ તેમના સીટી સ્કેન ઓક્સિજન લેવલ સહિતના અનેક રિપોર્ટની ચકાસણી કરવામાં આવી હતી. યુ.એન. મેહતા હૉસ્પિટલના ડાયરેક્ટર આર.કે. પટેલે આ અંગે જણાવ્યું હતું કે, હાલ મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબિયત સ્થિર છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમામ રિપોર્ટ પણ નોર્મલ આવ્યા છે. વધુ આરામ મળી રહે અને ઓબ્ઝર્વેશનમાં રહે તે માટે તેઓને 24 કલાક માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં સી. આર. પાટીલ, નીતિન પટેલ, પ્રદીપસિંહ જાડેજા સહિતના નેતાઓ હૉસ્પિટલ પહોંચ્યા હતા.