આમોદ પાલિકાની ૨૪ બેઠકની ચૂંટણી માટે કુલ ૧૧૭ ઉમેદવારી પત્રો ભરાયા.
આમોદ પાલિકા માટે અપક્ષોનો રાફડો ફાટ્યો.

આમોદ
રિપોર્ટર – જાવેદ મલેક
આમોદમાં રસીદ મુનશીની પેનલને કોંગ્રેસનો મેન્ડેડ મળ્યો.કાકુજી ટીમે અપક્ષ ઉમેદારોની પેનલ ઉતારી.
આમોદ નગરપાલિકાની ૨૪ બેઠક માટેની ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્રો ભરવાના છેલ્લા દિવસે ઉમેદવારોએ પોતાના ટેકેદારો સાથે ફોર્મ ભર્યા હતા.આમોદમાં ભાજપ કોંગ્રેસ સહિત બીટીપી તેમજ અપક્ષ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદમાં કોંગ્રેસના કાર્યકરોએ જે ઉમેદવારી પત્રો ભર્યા હતા. તેમણે કોંગ્રેસનો ખેસ પહેર્યા વગર જ ઉમેદવારી નોંધાવી હતી. તેમજ આમોદ શહેર કોંગ્રેસ પ્રમુખ મુકેશ વસાવાએ પણ પક્ષે મેન્ડેડ ના આપતા અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી જ્યારે આમોદમાં રસીદ મુનશીની પેનલને કોંગ્રેસના મેન્ડેડ મળ્યા હતા. જ્યારે કાકુજી ટીમને કોંગ્રેસના મેન્ડેડ ના મળતા તેમની પેનલે તમામ વોર્ડમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભારતીય ટ્રાયબલ પાર્ટી અને એઆઈએમઆઈએમ (AIMIM) સાથે ગઠબંધન કર્યું હતું. પરંતુ એઆઈએમઆઈએમ (AIMIM) પાર્ટીએ મેન્ડેડ ના મોકલતા ઉમેદવારોમાં નારાજગી સાથે પાર્ટી પ્રત્યે રોષ જોવા મળ્યો હતો. ત્યારે ઉમેદવારોના ભાવિ સામે પણ સવાલો ઉભા થયા હતા.તેમજ બીટીપીના શહેર પ્રમુખ ટોસિફ પટેલે જણાવ્યું હતું કે બીટીપી અને એઆઈએમઆઈએમ (AIMIM) નું ગઠબંધન એક ભૂલ હતી. અમારો વિશ્વાસ તોડ્યો છે.જે બાબતે અમે છોટુભાઈ વાસવાને પણ આ ગઠબંધન તોડવા માટે રજુઆત કરીશુ.તેમજ કોંગ્રેસ પાસેથી રૂપિયા લઈને આ ધંધો કરવામાં આવ્યો છે.
ભાજપના કાર્યકરોને પક્ષે ટીકીટ ના આપતા અપક્ષ ઉમેદવારી નોંધાવી. આમોદ પાલિકાની ચૂંટણી માટે ભાજપે કાર્યકરોને ટીકીટ કાપતા આજે અપક્ષ ઉમેદવારી નોધાવી હતી. આમોદ નગરપાલિકાની વોર્ડ નંબર બે માં ભાજપે ભરૂચ જિલ્લા ભાજપના માજી મંત્રી અને આમોદ શહેરના માજી મંત્રી પરેશ મહેતાને ટીકીટ ના આપતા આજે તેમણે વોર્ડ નંબર બે માંથી અપક્ષ ઉમેદવારી પત્ર ભર્યું હતું.જેથી ભાજપમાં ચૂંટણી પહેલા જ બળવો થયો તેવું જોવા મળ્યું હતું. વોર્ડ નંબર ત્રણ માં ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ ન મળતા વિનોદભાઈ ચીમનભાઈ પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી આ ઉપરાંત ભાજપના અનેક લોકોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી ચૂંટણી પહેલા જ બળવો કર્યો હતો.આમોદ પાલિકાના વોર્ડ નંબર ચારના ચેતના ચાવડાને ભાજપે ટીકીટ ના આપતા અપક્ષ ફોર્મ ભર્યું હતું. તેમજ વોર્ડ નંબર ચારમાં કેયુરી ભટ્ટને ભાજપે ટીકીટ ના આપતા કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી હતી.
આમોદ તાલુકા પંચાયતની ૧૬ બેઠક માટે કુલ ૩૫ ફોર્મ ભરાયા જ્યારે જિલ્લા પંચાયતની બે બેઠક માટે ૧૦ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા.