સુરત : Web Seriesના નામે પોર્ન ફિલ્મ બનાવવાના ‘એડલ્ટ’ ખેલનો પર્દાફાશ, મુંબઈ પોલીસે કરી ધરપકડ

વેબસિરીઝ બનાવવાના નામે સુરત અને તેની આજુબાજુના જિલ્લાઓમાં બંગલો કે ફાર્મ હાઉસ ભાડે લઈ પોર્ન ફિલ્મ બનાવાનો મોટા પ્રમાણ માં ચાલતા વેપારનો ખુલાસો મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે કરીયો છે જોકે પોલીસે આ ગુનામાં સુરતના તન્વીર નામના યુવાનની ધરપકડ કરી છે અને આ મામલે આગામી દિવસ મુંબઈ પોલીસ સુરત સાથે બારડોલીમાં તપાસ માટે ધામા નાખે તેવી શક્યતા છે અને તપાસ દરમિયાન અનેક મોટા ઘટસ્ફોટ થાય તેવી પોલીસે આશંકા વ્યક્ત કરી છે.
હાલમાં મુંબઈ ખાતે પોર્ન ફિલ્મ બનાવવાનું એક રેકેટ સામે આવ્યું છે જેમાં તપાસ કરતા આ રેકેટના તાર સુરત ખાતે જોડાયેલા હોવાને લઈને સુરત શહેરના સૈયદપુરામાં રહેતા 40 વર્ષીય તનવીર અકીલ હાશમીની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી છે.જોકે તનવીર નામનો આ ઈસમ સુરત જિલ્લાના આજુ બાજુના વિસ્તારમાં આવેલ બંગલો કે ફાર્મ હાઉસ ભાડે લઈ ફિલ્મ શૂટિંગ કરતો હતો.
મુંબઈ પોલીસે મુંબઇના મડ આઇલેન્ડ ખાતે પોર્ન મૂવીનું શુટિંગ બાતમી મળતા ઝડપી પાડ્યું હતું. મુંબઈ ક્રાઇમ બ્રાંચે દરોડા પાડી 5ને પકડ્યા હતા. ક્રાઇમબ્રાંચે આ કેસમાં 9 સામે ગુનો નોંધ્યો છે. જોકે પોલીસની તપાસમાં સુરત કનેકશન મળતા મુંબઈ પોલીસે સુરતના આ આ ઈસમની ધરપકડ કરી તેને કોર્ટમાં રજુ કરી રિમાંડ પણ મેળવ્યા છે.