गुजरात

સુરેન્દ્રનગર જમીન કૌભાંડ કેસ: રિમાન્ડ પૂર્ણ થતાં સસ્પેન્ડેડ કલેકટર રાજેન્દ્ર પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા | Surendranagar land scam case Former Collector Rajendra Patel judicial custody



Surendranagar Land Scam Case: સુરેન્દ્રનગર કથિત 1500 કરોડ જમીન કૌભાંડ કેસમાં સસ્પેન્ડેડ પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલને જ્યુડિશિયલ કસ્ટડી મોકલવામાં આવ્યા છે. મહત્વનું છે કે 2 જાન્યુઆરી, 2026ના રોજ  EDની ત્રણ અલગ-અલગ ટીમો રાજેન્દ્ર પટેલના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને પહોંચી પૂછપરછ કરી તેમની ઘરપકડ કરી હતી, જે બાદ EDએ તેમણે વિશેષ કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ માગ્યા હતા જેની સામે પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલના 5 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. જે પૂર્ણ થતાં હવે તેમણે ન્યાયિક હિરાસત (જ્યુડિશિયલ કસ્ટડી)માં મોકલી દેવામાં આવ્યા છે. 

પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ જેલહવાલે 

ન્યાયિક હિરાસત (જ્યુડિશિયલ કસ્ટડી)માં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને જેલ (Prison)માં રાખવામાં આવશે, પોલીસ સ્ટેશનના લોકઅપમાં નહીં. તેઓ EDની દેખરેખ હેઠળ નહીં, પણ કોર્ટની દેખરેખ હેઠળ જેલમાં રહેશે, રિમાન્ડ દરમિયાન ED દ્વારા પાંચ દિવસ સુધી ચાલેલી પૂછપરછ બાદ આજે તપાસ એજન્સીએ વધુ રિમાન્ડની માંગણી કરી ન હતી. પરિણામે, કોર્ટે પૂર્વ કલેક્ટરને જેલહવાલે કરવાનો નિર્ણય લીધો છે.

S.I.T. ટીમ કરી રહી છે તપાસ

આ પહેલા 5 જાન્યુઆરીના રોજ  ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર મિલકત અંગેના ગુનામાં તપાસ માટે ACB દ્વારા S.I.T. (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)ની રચના કરવામાં આવી હતી. આ કેસની તપાસ હવે અધિક નિયામક બિપિન અહિરેના નેજા હેઠળ 6 સભ્યોની S.I.T. ટીમ કરી રહી છે. 

S.I.T. ના સભ્યોની યાદી

-બિપિન અહિરે, અધિક નિયામક, ACB

-બી.જે.પંડ્યા,નાયબ નિયામક, વહીવટ ACB, અમદાવાદ

-કે.એચ.ગોહિલ, ઇ.ચા. મદદનીશ નિયામક, રાજકોટ

-આર.બી.દેસાઈ, મદદનીશ નિયામક, ACB મુખ્ય મથક, અમદાવાદ

-ડી.એન.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, અમદાવાદ શહેર ACB

-એમ.ડી.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, સુરેન્દ્રનગર ACB

તત્કાલીન મુખ્ય આરોપીઓ વિરુદ્ધ તપાસ થશે

-રાજેન્દ્ર મહેન્દ્રભાઈ પટેલ: કલેક્ટર, સુરેન્દ્રનગર

-ચંદ્રસિંહ મોરી: નાયબ મામલતદાર, સુરેન્દ્રનગર

-મયુર ગોહિલ: ક્લાર્ક, જિલ્લા કચેરી, સુરેન્દ્રનગર

-જયરાજસિંહ ઝાલા: પી.એ. ટુ કલેક્ટર, સુરેન્દ્રનગર

શું છે સમગ્ર મામલો?

સુરેન્દ્રનગરમાં ખેતીની જમીનને NA (બિનખેતી) કરાવવાના મોટા પાયે ચાલેલા ખેલમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હતા. આ કૌભાંડની ગંભીરતાને જોતા EDએ 23 ડિસેમ્બર, 2025ના રોજ સુરેન્દ્રનગર કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. આ તપાસમાં સામે આવ્યું હતું કે, સત્તાનો દુરુપયોગ કરીને કરોડોની જમીન બિનખેતી કરવાના બદલામાં મોટી રકમની લેતીદેતી થઈ હતી. આ મામલે અગાઉ સુરેન્દ્રનગર એસીબી (ACB)માં પણ ભ્રષ્ટાચાર નિરોધક ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં તત્કાલીન સુરેન્દ્રનગરના કલેકટર રાજેન્દ્ર પટેલે 10 કરોડની લાંચ માંગી હોવાનો આરોપ છે. કથિત જમીન NA કૌભાંડ 1500 કરોડનું છે તેવો દાવો થઈ રહ્યો છે.

હવે SIT તપાસના રિપોર્ટના આધારે થશે કાર્યવાહી

SITના ગઠન બાદ ACB અધિકારીઓએ જણાવ્યું હતું કે, ‘SIT NA પરવાનગીઓ આપવામાં કથિત અનિયમિતતાઓ, સત્તાવાર પદનો દુરુપયોગ અને આવકના સ્ત્રોત કરતા વધુ સંપત્તિ એકઠી અંગે તપાસ કરશે. તપાસમાં મહેસૂલ રેકોર્ડ, નાણાકીય વ્યવહારો અને કથિત જમીન વ્યવહારોમાં દરેક આરોપીની ભૂમિકાની ચકાસણી કરવામાં આવશે. SITના રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો: બિનખેતી (NA) પરવાનગી વખતે કલેક્ટર જમીનના ટાઈટલની તપાસ કરી શકે નહીં



Source link

Related Articles

Back to top button