પીર અબ્દુલ કાદિરશા મસ્તાનબાવાને અખિલ કરછ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ તથા અખિલ કરછ મુસ્લિમ મિયાણા ગરાસિયા સમાજની શ્રધ્ધાંજલિ
Anil Makwana
અબડાસા – કચ્છ
રિપોર્ટર – રમેશભાઈ ભાનુશાલી
- પીર અબ્દુલ કાદિરશા બાપુની વિદાયની ખોટ કરછને સદાય સાલશે : હાજી સુલતાન સોઢા
પીર અબ્દુલ કાદિરશા બાપુ સર્વ ધર્મના લોકોમા આસ્થાનું સ્થાન ધરાવતા હતા: હનીફબાવા પઢિયાર
કરછના મીઠીરોહરના અને સમગ્ર ભારતમાં સર્વધર્મના અનુયાયીઓ ધરાવતા પીર સૈયદ અબ્દુલ કાદીર બાપુએ આજરોજ આ દુનીયામાથી વિદાય લઈ જન્નત તરફ પ્રયાણ જેનાથી કરછ સહિત કરેલ છે સમગ્ર કચ્છ જીલ્લા સહીત ભારતભરના અનુયાયીઓ શોકમાં ગરકાવ થઈ ગયા છે અખિલ કરછ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ હાજી સુલતાન સોઢાએ પીર અબ્દુલ કાદિર બાપુની અણધારી વિદાયથી શોક વ્યક્ત કરી જણાવ્યું હતું કે બાપુની ખોટ કરછને સદાય વર્તાશે..અખિલ કરછ મુસ્લિમ મિયાણા ગરાસિયા સમાજના પ્રમુખ હનીફબાવા પઢિયારે પણ બાપુની અણધારી વિદાયથી શોક વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે બાપુ સર્વ ધર્મના લોકોમા આસ્થાનું સ્થાન ધરાવતા હતા
પીર અબ્દુલ કાદિર બાપુને અખિલ કરછ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના જિલ્લા ઉપપ્રમુખો સૈયદ રફીકશા બાપુ ગુલાબશા બાપુ,હાજી આદમભાઇ પઢિયાર, ગાંધીધામ તાલુકા પ્રમુખ સૈયદ અભામિયા બાપુ,તથા સૈયદ અનવરશા બાપુ (અંજાર), સૈયદ જિલાની બાપુ (કિડાણા), સૈયદ તાલિબ હુસેન (ખારીરોહર), સૈયદ મહેબુબશા બાપુ, ગનીભાઇ માજોઠી ગાંધીધામ, હનીફ હારુન સોઢા, જિલ્લા મહામંત્રીઓ સતારભાઇ માજોઠી, અબ્દુલ રાયમા તથા હાજી અલી હાજી ભચુ સોઢા, સામાજિક આગેવાનો હાજી અબ્દુલ ચાવડા(કિડાણા), કાસમ કકલ(કિડાણા), અબ્દુલ સાયચા (ગાંધીધામ), ઈસ્માઈલ સાલે બાફણ, જુસબભાઇ બાફણ(નાગયારી), અબડાસા તાલુકા પ્રમુખ સાલેમોહંમદભાઇ પઢિયાર, સમિતિના પૂર્વ જિલ્લા પ્રમુખ હાજી ઈબ્રાહિમભાઇ હાલેપોત્રા,મંત્રી ગુલામહુસેન બારાચ, સહિતના તમામ હોદેદારોએ શ્રધાંજલિ આપી શોક વ્યક્ત કર્યો હતો