ગુજરાતમાં દારૂબંધી હટાવીને દારૂ પીવાની છૂટ આપવા માગણી કરતી અરજી અંગે હાઈકોર્ટે શું કર્યો આદેશ જુઓ 👇👇👇
Anil Makwana
અમદાવાદ
ગુજરાતમાં પણ લોકોને દારૂ પીવાની છૂટ મળવી જોઈએ એવી માગણી સાથેની અરજીમાં સોમવારે સુનાવણી હતી. આ સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે રજૂઆત કરી હતી કે આ કેસ લાંબો ચાલે તેમ છે તેથી સરકારને જવાબ આપવા વધારે સમય આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી.
ગુજરાતમાં દારૂબંધીને પડકારતી અરજી કોર્ટમાં થઈ છે. ગુજરાતમાં પણ લોકોને દારૂ પીવાની છૂટ મળવી જોઈએ એવી માગણી સાથેની રિટમાં સોમવારે સુનાવણી હતી. જે સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે રજૂઆત કરી હતી કે આ કેસ લાંબો ચાલે તેમ હોય તેથી સરકારને જવાબ આપવા વધારે સમય આપવામાં આવે. રાજ્ય સરકાર હાલમાં અન્ય મહત્વના કેસોની સુનાવણીમાં રોકાયેલી હોવાથી કોર્ટ તરફથી 10 થી 15 દિવસનો સમય આપવામાં આવે એવી સરકારે રજૂઆત કરવામાં આવી હતી. હાઈકોર્ટે આ રજૂઆત સ્વીકારીને કેસની સુનાવણી પહેલી માર્ચના રોજ રાખી છે.
વધુ આ કેસની સુનાવણી દરમિયાન અરજદાર તરફથી એક સીનિયર એડવોકેટે હળવાશપૂર્ણ રજૂઆત કરતાં કહ્યું હતું કે, ગુજરાત નામદાર હાઈકોર્ટ પોતાની બપોર બગાડીને અમારી રજૂઆત સાંભળે તો અમારી સાંજ સુધરી શકે તેમ છે. તેમણે ગુજરાતમાં દારૂબંધી હટાવી સામાન્ય લોકો માટે દારૂ પીવાની મંજૂરી આપવાની આ મેટર તાત્કાલિક સાંભળવા અરજદાર તરફથી રજૂઆત કરાઈ હતી.