બરવાળાતાલુકાના ભીમનાથ જે સુપ્રસિદ્ધ યાત્રાધામ ભીમનાથ મહાદેવ તરીકે ઓળખાય તે પ્રાથમિક આર્થિક સુવિધાઓથી વંચિત
અનિલ મકવાણા
બરવાળા
રીપોર્ટ – રાઠોડ પ્રકાશ
બરવાળા તાલુકા ની અંદર જાણે તે ભ્રષ્ટાચારે માઝા મૂકી હોય અને તંત્રને કોઇ વસ્તુ દેખાતી ન હોય કેવી રીતે બરવાળા ના દરેક ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે લોકો હેરાનગતિનો સામનો કરી રહ્યા છે સરકારશ્રી તરફથી તો ગ્રાન્ટ આવે જ છે પણ ઇમરાન ક્યાં વપરાય છે એ જાણવા મળતું નથી બરવાળા તાલુકાના ભીમનાથ ગામ માં સ્કૂલને પાડી અને નવી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું પણ હજુ સુધી સ્કૂલ તો બની જ નથી પણ ત્યાંના બાળકોને દોઢ કિલોમીટર દૂર ચાલી બીજા ગામમાં અભ્યાસ અર્થે જવું પડે છે જે ગટરનું કામ ભીમનાથ અનેક શેરીઓમાં અને ગામમાં કરવામાં આવ્યું છે તેમાં ગટર જાણે ઊંધી દિશામાં દોડતી હોય તેવું લાગી રહ્યું છે ભીમનાથ ની અંદર અનેક ગટરના ઢાંકણા તૂટી અને બાર શેરીઓ મા રખડતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા શું આ લાગતા વળગતા અધિકારીઓ અને ધ્યાનમાં નથી આવતા હોય ? કે પછી અધિકારીઓ પણ આંખ આડા કાન કરી સત્તાધારીઓ ના ઈશારે ચાલી રહ્યા છે ? શું આ લોકોની પરિસ્થિતિ અને હાલાકી કોઇને નજરે નથી ચડતી ? શું આગળના દિવસોમાં આ પ્રોબ્લેમ નું સોલ્યુશન આવશે ? કે પછી સત્તાધીશોના પેટનું પાણી ન હાલે એ સમય જ બતાવશે સ્થાનિકો પાસેથી વધુ મળતી વિગત અનુસાર
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ભીમનાથ ગામે શિક્ષણ ની સ્થિતિ નિમ્ન સ્તરે પહોંચી સવાસો બાળકો અભ્યાસ માટે બાજુના ગામમાં દોઢ કિમી દૂર ચાલીને જાય છે તદ ઉપરાંત ગામમાં પ્રાથમિક સુવિધઓથી લોકો વંચિત રહ્યાં છે , રોડ બનતા સાથે એક વર્ષ પહેલાં અસ્તિત્વ વિહીન બનતો જાય છે, નથી યોગ્ય ગટર વ્યવસ્થા, સ્ટ્રીટ લાઇટ, પીવાના પાણી નહીં મળવા ની વારવાર રાવ ઉઠી રહી છે ત્યારે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માં તેની ચોક્કસ થી અસર પડશે તેવું લોકો કહી રહ્યા છે