બોટાદ ગઢવી તથા ચારણ સમાજ દ્વારા સમાઘોઘા ગામે થયેલ પોલીસ કસ્ટડીના મૃત્યુ અંગે કલેક્ટર બોટાદને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.
Anil Makwana

બોટાદ
રીપોર્ટ – રાઠોડ પ્રકાશ
આ ચારણ સમાજના યુવાનોના થયેલ કસ્ટોડિયલ ડેથના ન્યાય માટે બોટાદ જિલ્લા કરણી સેના તથા સૂર્ય સેનાના યુવાનોએ પણ સમર્થન આપેલ છે. મુન્દ્રા સમાઘોઘા ગામે ચોરીના કેસમાં પૂછપરછ માટે ચારણ સમાજના ત્રણ યુવાનોને પોલીસ લઈ ગયા બાદ તેને માર મારવામાં આવતા બે યુવાનોના મૃત્યુ થયા છે જ્યારે એક યુવાન સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે આમ બે યુવાનોના કસ્ટોડિયલ ડેથ થયા સમગ્ર ગુજરાતમાં ચાર રતા ગઢવી સમાજમાં તેના ઘેરા પડઘા પડયા છે ત્યારે આજરોજ માં ગઢવી તથા ચારણ સમાજ દ્વારાબોટાદ કલેક્ટર તથા ડીડીઓ ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું તેઓના જણાવ્યા અનુસાર આ કાર્યમાં જે કોઈપણ પોલીસ કર્મી સામેલ હોય તેની ઉપર કાર્યવાહી કરી મરણ જનાર ચારણ સમાજના યુવાનોને ન્યાય આપવા વિનંતી કરવામાં આવી છે આ ચારણ સમાજના યુવાનોના થયેલ કસ્ટોડિયલ ડેથ માટે ચારણ સમાજ તો રોષમા છે જ પરંતુ બોટાદમાં સૂર્ય સેના તથા કરણી સેના ના યુવાનોએ પણ ચારણ ગઢવી સમાજ ને સમર્થન આપવામાં આવેલ છે તેઓના જણાવ્યા અનુસાર આ ચારણ સમાજના યુવાનોને તાકીદે ન્યાય આપવામાં આવે તેવી માગણી કરતું તેઓએ પણ આવેદનપત્ર ગઢવી તથા ચારણ સમાજ ના સમર્થનમાં પાઠવવામાં આવ્યું હતું