સુરત : યુવક પર છરી અને તલવારથી જીવલેણ હુમલો, જાહેરમાં ખેલાયો ખૂની ખેલ, શહેરમાં લુખ્ખા તત્વો બેફામ

સુરતમાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર રાતે થયેલા ઝઘડાની અદાવતમાં એક યુવાન પર હુમલાની ઘટના સામે આવી છે ગોડાદરા વિસ્તારમાં ગત સાંજે બનેલી આ ઘટનામાં ત્રણ યુવાનોએ તલવાર અને ચપ્પુ વડે યુવક પર જીવલેણ હુમલો કરતા તેને હાથ અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી જેને લઇને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જગ્યા સમગ્ર મામલે ગોડોદરા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી હુમલો કરનાર ત્રણેયની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની વિગતો એવી છે કે સુરતમાં નવાગામ ડીંડોલી શ્રીનાથજી નગર સોસાયટીમાં રહેતા ભુરાભાઈ તેણીના પુત્ર કરણ પર ત્રણ યુવાનોએ હુમલો કર્યો હતો ઘોડાદ્રા વિનાયક હાઇટ્સ તંદૂરી મટકા ચાની દુકાન સામે ગોડાદરા હરિઓમ નગર માં રહેતા યસ ઉર્ફે સોનુ અનિલ કે ભુરીયા અને પુરુષોત્તમ ઓર છોટુ ને તલવાર અને ચપ્પુ વડે હુમલો કરતાં બ બંને હાથના ભાગે તથા માથાના પાછળના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી જેને કારણે ઢળી પડ્યો હતો અને હુમલો કરી ત્રણેય હુમલાખોરો ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા.