गुजरात

ચેતજો! માત્ર અમદાવાદની બેંકોમાં છેલ્લા ત્રણ મહિનામાં જમા થઇ લાખોની ડુપ્લિકેટ નોટો, તમારી પાસે તો નથી આવી ને?

અમદાવાદઃ એસઓજી ક્રાઇમે અનેક બેંકોમાં ડુપ્લીકેટ ચલણી નોટો જમા થઇ હોવાના ખુલાસા સાથે ગુનો દાખલ કર્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં અમદાવાદની વિવિધ બેંકોમાં ડુપ્લીકેટ ચલણી નોટો જમા થઇ છે. હાલ એસઓજી ક્રાઇમે કુલ 6.70 લાખની 1526 જેટલી ડુપ્લીકેટ ચલણી નોટો કબ્જે કરી છે. જો બેંકોમાં આટલી બધી ડુુપ્લિકેટ ચલણી નોટો આવી જતી હોય તો સામાન્ય માણસના ખિસ્સામાં પણ જઇ શકે છે. તો ચલણી નોટો અન્યો પાસેથી લેતા પહેલા ચોક્કસ એકવાર ચેક કરીને જ લેજો. ઉલ્લેખનીય છે કે, આ પહેલા જ્યારે ગુનો નોંધાયો હતો ત્યારે ત્રણ માસમાં લાખોની ડુપ્લીકેટ નોટો મળી આવી હતી. બાદમાં પાંચ લાખથી વધુની અને હવે અલગ અલગ દરની 1526 નકલી નોટો મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

છેલ્લા ત્રણ મહિનાથી અમદાવાદની વિવિધ બેંકોમાં ડુપ્લીકેટ નોટો જમા થઇ છે. જે નોટો એસઓજી ક્રાઇમ દ્વારા રિકવર કરવામાં આવી છે. આ તમામ નોટોને હાલ એફએસએલ ડિપાર્ટમેન્ટમાં મોકલી પણ આપવામાં આવી છે. નોટબંધીને લગભગ ઘણો સમય વીતી ગયો છે. નોટબંધી કરવા પાછળનું મહત્વનું કારણ વૈશ્વિક સ્તરે અને તેમાંય ભારતમાં ઘણી ડુપ્લીકેટ કરન્સી ફરતી હતી. જેના પગલે કેન્દ્ર સરકાર દ્વારા નોટબંધી લાદવામાં આવી હતી. પરંતુ હકીકત કંઈક જુદી છે અમદાવાદ એસઓજી ક્રાઇમે પોલીસે બેંકોમાંથી 1526 જેટલી ડુપ્લીકેટ અને પ્રિન્ટેન્ડ ચલણી નોટો ઝડપી પાડી છે.

Related Articles

Back to top button