સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે બોટાદ ભાજપમાં ધુરંધરોના પાનાં કપાઈ જશે ?
શું કોંગ્રેસ ભાજપના આંતરિક વિખવાદોનો લાભ ઉઠાવશે ?

બોટાદ
રીપોર્ટ રાઠોડ પ્રકાશ
બોટાદ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસમાં ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા દરમિયાન ધુરંધરોથી માંડી આ વખતે યુવાઓએ પણ પોતાની દાવેદારી નોંધાવી હતી. ત્યારે આંતરિક વિખવાદોને કારણે હજુ સુધી કોઈ ભાજપ કે કોંગ્રેસના વોર્ડ વાઇસ નગરપાલિકાની ચૂંટણીને લઈને ઉમેદવારો જાહેર નથી કરાયા, પરંતુ ગુપ્ત સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભાજપમાં ધુરંધરોની ટિકિટ કપાઈ હોવાના અહેવાલો પ્રાપ્ત થતા વિવાદોનો મધપૂડો છેડાય તેવાં એંધાણ પણ વર્તાઈ રહ્યા છે. તેમજ આ વખતે AAP પાર્ટી પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઝંપલાવવાની હોય આથી બોટાદમાં લોકડાઉન દરમિયાન માસ્ક અને વિવિધ કેસોને લઈને જનસામાન્યમાં પણ નારાજગીની લાગણીઓ સેવાઈ રહી છે ત્યારે વર્ષોથી કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ખેલાતું રાજકારણ માં ત્રીજો પક્ષ આમઆદમી પાર્ટી એ બોટાદ પંથક માં ચૂંટણી જંગ માં ઉતરવાના પગરણ માંડ્યા છે ત્યારે આ ત્રિપાંખિયો જંગ માં ફાવશે કોણ ?? મહામારીના સમય દરમિયાન આજીવિકા વગર તોતિંગ રકમનો દંડ ભરવા મજબુર થનાર પ્રજા જનાદેશ કોના તરફ લઇ જશે ? !બોટાદ ના નાગરિકો કોને સમર્થન આપી લાયક ઉમેદવારની પસંદગી કરી બોટાદ ને ખરા અર્થમાં વિકાસ માં અગ્રેસર બનાવશે તે જોવું રહ્યું…