गुजरात

સુરતમાં ધોળે દિવસે સોનીની દુકાનમાં લૂંટ, ચોરો ઘરેણાં ભરેલા છે સમજીને ઉઠાવી ગયા લેપટોપની બેગ, ઘટના CCTVમાં કેદ

સુરત શહેરનો જેરીતે વિકાસ થઇ રહ્યો છે તેજ રીતે સતત સુરતમાં ગુનાખોરી વધી રહી છે. ત્યારે આજે સુરતના પુણા વિસ્તારમાં આવેલા ભૈયાનગર ખાતે આવેલા ભાગ્ય લક્ષ્મી જવેલર્સમાં મોટરસાઇકલ પર અવાયેલા બે ઈસમો ગણતરીની મિનિટોમાં બંદુકની અણી પર લખો રૂપિયાના દાગીનાની લૂંટ (loot) કરી ફરાર થઇ ગયા હતા. જોકે ગીચ વસ્તીવાળા આ વિસ્તરમાં ધોળા દિવસે લૂંટની ઘટના બનતા પોલીસ  દોડતી થઇ જવા પામી છે.

આજે સુરતના સૌથી ગીચ વિસ્તાર એવા પુણાના ભૈયા નગર ખાતે આવેલા ભાગ્ય લક્ષ્મી જવેલર્સમાં લૂંટની ઘટના બની છે. અહીંયા ધોળે દિવસે બાઇક પર આવેલા બે ઈસમો દુકાનમાં પ્રવેશ કરીને બંદૂકની અણીએ દુકાનમાં રહેલા લખો રૂપિયાના સોના અને ચાંદીના દાગીના લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. આ ઈસમો દ્વારા એક રાઉન્ડ ફાયરિગ પણ કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી જવા પામી હતી.

Related Articles

Back to top button