વાંસદા તાલુકાના સરા,ખરજઈ, ધરમપુર વિસ્તારમાં ખેતીવાડીની વીજળી સમયસર ન મળતા ખેડૂતો દ્વારા ધારાસભ્યને રજૂઆત
Anil Makwana
વાંસદા
રિપોર્ટર – બ્રિજેશ પટેલ
વાંસદા તાલુકાના સરા,ખરજઈ, ધરમપુર વિસ્તારમાં ખેતીવાડી ની વીજળી આપવામાં વીજ કંપનીઓના ધાંધિયા જે બાબતે સ્થાનિક ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો હતો તેથી સ્થાનિક ખેડૂતો દ્વારા વાંસદા ચીખલી ના ધારાસભ્ય અનંત પટેલને રજૂઆત કરવામાં આવી હતી
વીજ કર્મચારીઓને કારણે ખેડૂતોને જે હાલાકી ભોગવવી પડે છે એના અનુસંધાનમાં ખેડૂતો સાથે વીજ કચેરીએ હલ્લા બોલ કરીશું- વાંસદા-ચીખલી ધારાસભ્ય અનંત પટેલ
વાંસદા તાલુકાના ધરમપુરી, સરા, ખરજઈ વિસ્તારમાં છેલ્લા ૧૫ દિવસથી ખેતીવાડીની આપવામાં આવતી વીજળી પૂરતા આઠ કલાક ન અપાતી હોવાની ફરિયાદ વાંસદા- ચીખલીના ધારાસભ્ય અનંત પટેલને કરવામાં આવતા જેના અનુસંધાને ધારાસભ્ય અનંત પટેલ તાત્કાલિક ધરમપુરી ગામે પાંચ ગામના અગ્રણીઓ અને ખેડૂતોની મીટીંગ કરવામાં આવી હતી જેમાં સ્થાનિક ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે ખેતીની આઠ કલાકની વીજળી પૂરતા સમય આપવામાં આવતી નહોય વારંવાર વીજળી ટ્રીપ થતાં ખેડૂતોને ખેતીમાં પાણી મુકવાની ખૂબ જ આગવડતા ઊભી થવા પામી છે જોકે ખેડૂતો દ્વારા વીજ કચેરીએ ફોન કરી જણાવતા ત્યાંના અધિકારીઓ દ્વારા ઉદ્ધત વર્તન કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ સ્થાનિક ખેડૂતો દ્વારા ધારાસભ્યને કરવામાં આવી હતી હાલમાં ખેતીમાં પાણીની જરૂરિયાત હોવાથી ખેતીવાડી માટે વીજળીની તાતી જરૂરિયાત ઉભી થઇ હોવા છતાં પૂરતા આઠ કલાક ને બદલે પાંચ કલાક વીજળી આપવામાં આવતી હોવાનું સ્થાનિક અગ્રણીઓ જણાવ્યું હતું જેના અનુસંધાનમાં સ્થાનિક ખેડૂતો દ્વારા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ સાથે વીજ કચેરીએ હલ્લાબોલ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગામના યુવા આગેવાન અંકિત ગામીત વજીભાઈ ગામીત, અરવિંદભાઈ, ખરજઇના આગેવાન બાબાન કાકા, કેવડિયાના ગોવિંદભાઈ , ધરમપુરિના વજેસિંગભાઈ , તેમજ સરાના માજી ડેપ્યુટી સરપંચ ભીખુભાઈ કરસનભાઈ વગેરે ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા