સુરત: 21 વર્ષની યુવતીએ સગીરાને ભગાડીને બાંધ્યા શારીરિક સંબંધ, કહ્યું, ‘અમારે લગ્ન કરવા છે’

સુરતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મોટાભાગે આપણે યુવક યુવતીને લઇને કે યુવતી યુવકને લઇને ભાગી ગઇ. પરંતુ શહેરમાં એક 21 વર્ષની યુવતી 15 વર્ષની સગીરાને લઇને ભાગી ગઇ હતી. જે બાદ સગીરાનાં પરિવારે પોલીસ ફરિયાદ કરતા બંને પકડાયા છે. પોલીસે યુવતી વિરુદ્ધ સગીરા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યાનો ગુનો નોંધીને ધરપકડ કરી છે. પોલીસની માહિતી પ્રમાણે 15 વર્ષની સગીરા મૂળ નેપાળી છે અને 21 વર્ષની યુવતી મૂળ પશ્ચિમ બંગાળની છે. તેઓ પહેલા વાપીની એક હૉટલમાં કામ કરતા હતા ત્યાંથી પરિવાર સાથે લૉકડાઉન દરમિયાન સુરતમાં આવ્યાં હતા.
સગીરા 10 દિવસથી ગૂમ થઇ જતા પરિવારે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ અજાણ્યા આરોપી સામે અપહરણની ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે સગીરાનો ફોન ટ્રેસ કરીને તેને શોધી નાંખી હતી. તેના ફોન ડિટેઇલ્સ પર એક નંબરથી અવારનવાર ફોન આવતો હોવાનું જણાતા તેની પણ તપાસ કરવામાં આવી હતી. જેમાં આ નંબર યુવતીનો નીકળ્યો હતો. જે બાદ પોલીસે અમરોલી આવાસમાંથી બંનેને પકડી પાડ્યા હતાં.
યુવતીએ પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે, સગીરા સાથે તેને પ્રેમ છે અને તેમણે શરીર સંબંધ પણ બાંધ્યા છે. તે સગીરા સાથે પ્રેમ કરે છે અને લગ્ન કરવા માંગે છે. સગીરા સાથે પ્રેમ સંબંધ બાંધતા પોલીસે યુવતી સામે સૃષ્ટી વિરુદ્ધના કૃત્યની કલમ ઉમેરી છે.