गुजरात

બોટાદમાં ભાંભણ રોડ પર આવેલ ફાર્મ હાઉસ ખાતે ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં મંત્રીશ્રી સૌરભભાઈ પટેલની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સ ના ધજાગરા

Anil Makwana

બોટાદ

રીપોર્ટ – રાઠોડ પ્રકાશ

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તારીખો જાહેર થઇ ગયેલ છે.ત્યારે અલગ-અલગ પક્ષો દ્વારા પોતાના દાવેદારો ના નામો નોંધણી કરવાની અને દાવેદાર પસંદ કરવાની કામગીરી પૂરજોશમાં શરૂ થઇ ગયેલ છે ત્યારે ભાજપ દ્વારા ભાંભણ રોડ પર આવેલ ફાર્મ હાઉસ ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયેલ હતો જે કાર્યક્રમ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ધ્યાને લઇ ભાજપ પક્ષ દ્વારા નીતિ નિયમો તેમજ એજન્ડા બનાવવામાં આવેલ હાજર રહેલ મંત્રીઓ પ્રમુખો અધ્યક્ષ એ કાર્યકર્તાઓમાં સંબોધતા જણાવેલ કે પાર્ટીમાં રહેતા તમામ લોકો આંતરિક વિખવાદ ખતમ કરી અને એક બની આગામી ચૂંટણીમાં ભાજપ પક્ષની પૂરેપૂરો સપોર્ટ કરી જંગી જીત અપાવી બોટાદ જિલ્લા માંથી કોંગ્રેસ તેમજ અન્ય પાર્ટીઓના સુપડા સાફ કરી દેવામાં આવશે. કાર્યક્રમમાં બોટાદ જિલ્લા પ્રમુખ ભીખુભાઈ વાઘેલા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલ ભરતભાઇ બોઘરા પ્રદેશ ઉપાધ્યક્ષ અમોભાઈ શાહ તેમજ અલગ-અલગ મોરચાના પ્રમુખ ઓ અને સભ્યો બહોળી સંખ્યામાં હાજર રહેલ હતા. સમગ્ર કાર્યક્રમમાં કાર્યકર્તાઓ તેમજ મંત્રીઓ અને પ્રમુખો દ્વારા કોરોના ની ગાઈડલાઈન જાણે ભુલી જ ગયા હોય તેમ માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સના ખુલ્લેઆમ ધજાગરા ઉડાડવામાં આવેલ હતા જ્યારે મંત્રીશ્રી સૌરભભાઈ પટેલ ને પત્રકારો દ્વારા કોરોના ગાઈડલાઈન ના નિયમો વિશે સવાલ કરવામાં આવેલ ત્યારે મંત્રી શ્રી દ્વારા જણાવવામાં આવેલ કે તમામ કાર્યક્રમ સોશિયલ ડિસ્ટન્સ તેમજ કોરોના ની ગાઈડ લાઈન ને ધ્યાન રાખી યોજવામાં આવેલ હતો તેઓ જણાવેલ હતું પરંતુ સ્થિતિ કંઈક અલગ જ હતી જે કેમેરામાં કેદ થઇ ગયેલ છે મંત્રીશ્રીના આ નિવેદનથી ઉલટ તમામ કાર્યકર્તા ઓ પૈકી ના 50 ટકા થી ઉપરના કાર્યકરો ઓ દ્વારા માસ્ક તેમજ સોસીયલ ડિસ્ટન્સ ના નિયમો નું સરેઆમ ભંગ કરેલ હતો.

Related Articles

Back to top button