સ્થાનીક સ્વરાજ્ય ની ચૂંટણીઓ આવે છે પરંતુ અનુસૂચિત જાતિ ના નાગરિક ને આજે પણ સરપંચ કે અન્ય રાજકીય પદ માં આભડછેટ રાખવા માં આવે છે ખાસ કચ્છ જિલ્લા માં વાગડ રાપર વિસ્તાર અનુસૂચિત જાતિ ના સરપંચો ને ષડયંત્ર કરી ને પદભ્રષ્ટ કરાઈ રહ્યા છે
અનુસૂચિત જાતિ ના નાગરિક ને સરપંચ કે સભ્ય તરીકે નથી સ્વીકાર કરતી માનસિકતા વિરુદ્ધ બાબતે

રાપર
રિપોર્ટર – કાંતિલાલ સોલંકી
ઉપરોક્ત વિષય પર જણવા નું કે અનુસૂચિત જાતી ના લોકો ને પંચાયતો માં પ્રતિનિધિત્વ ની સંવિધાન માં પ્રાવધાન આપેલ છે ત્યારે આ વંચિત વર્ગ ના લોકો પ્રતિનિધિ બની ને વંચિત વર્ગો ના પ્રાણ પ્રશ્ન મૂકી શકે ન્યાયિક બાબતો પર કામગીરી કરી શકે વંચિત વર્ગ ના જીવન માં પરિવર્તન આવે તેવું ઉદેશ્ય સાથે મૌલિક હક મળેલ છે ત્યારે વર્તમાન સમય પર હજુ પણ ખાસ ગામડાઓ માં અનુસૂચિત જાતિ વર્ગ ને સરપંચ તરીકે ગણતા નથી સાથે અમુક સભ્યો ને ડર ભય લાલચો પ્રલોભનો આપી ને આ અનુસૂચિત જાતિ ના પ્રતિનિધિ ને પદ ભ્રષ્ટ કરવાના ષડયંત્ર કરી ને અવિશ્વાસ ની દરખાસ્તો પસાર કરી ને આ પ્રતિનિધિત્વ ને પાડી રહ્યા છે ત્યારે આ મુદ્દે ડી.ડી.ઓ.કક્ષાએ રજૂઆતો કરવા છતા ન્યાય નથી મળી રહ્યો આવા ખાસ કિસ્સામાં મોડા ગામ ના રાપર તાલુકા ના સરપંચ ગોહિલ ધનીબેન કાનાંભાઈ પીડિત ભોગ બન્યા છે ત્યારે આ બાબતે સત્ય તપાસ કરી ને સરપંચ વિરુદ્ધ ખોટી અરજીઓ કરેલ તેવા ષડયંત્રકારીઓ પર કડક કાર્યવાહી કરી ને અનુસૂચિત જાતિ ની મહિલા પ્રતિનિધિ ને ન્યાય આપશો તેવી અપેક્ષા આશા સાથે જે દેશ માં મહિલાઓ ને પ્રધાન્ય આપવા ની વાતો વિચારો વચ્ચે જે આ મહિલા ના હક અધિકારો હડપી રહેલા તત્વો સામે કાયદેસર ની એટ્રોસીટી મુજબ ગુનાહ દાખલ કરી ને બધબેસતો ધાક બેસાડતો કાર્ય કરશો તેવી રજુઆત નીલ વિઝોડા દવારા કરવા માં આવેલ હતી કલેકટર શ્રી આવેદન પત્ર પાઠવી ને જેમાં મોડા ગામ ના ધની બેન.કાના ભાઈ,ભુવન બાવાજી, રતુભા ચનુભા,મામદ ભૂરા, વેજી બેન,લાભુ બેન,તમામ સમાજ ના અગ્રણીઓ હાજર રહી ને આ માનવીય મૌલિક હક અધિકાર ની રજુઆત કરવા માં આવેલ હતી