गुजरात

અમદાવાદઃ ભેજાબાજ મહિલા ક્લાર્કનું કારસ્તાન! પ્રિન્સીપાલની બોગસ સહીઓ કરી બે જ વર્ષમાં રૂ. 3.21 કરોડ ઓળવી ગઈ

અમદાવાદ: શહેરની સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલના પ્રિન્સીપાલે મહિલા ક્લાર્ક (Lady Clark) સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં આક્ષેપ કરાયો છે કે અગાઉના પ્રિન્સીપાલની ખોટી સહીઓ કરી સ્કૂલની ફી અને અન્ય નાણાં મળી 3.21 કરોડ રૂપિયા મનીષા નામની મહિલા ક્લાર્કએ ઉચાપત કરી હતી. સમગ્ર મામલે ઓડિટ દરમિયાન આ કૌભાંડ સામે આવતા હવે યુનિવર્સિટી પોલીસે  તપાસ શરૂ કરી છે.

શહેરના નારણપુરામાં રહેતા ફાધર ઝેવીયર અમલરાજ સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલના પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવે છે. તેમની સ્કૂલમાં 21 વર્ષથી મનીષા વસાવા નામની મહિલા કામ કરે છે. જે 15 વર્ષથી એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે.

વર્ષના અંતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આવીને ઓડિટ કરતા હોવાથી પ્રિન્સીપાલે તમામ ચેકબુક, પાસબુક અને હિસાબો મનીષા બહેનને લાવવા જણાવ્યું હતું. વારંવાર જણાવવા છતાંય મનિશાબહેને હિસાબો આપ્યા ન હતા અને મંજૂરી વગર જ તેઓ ગેરહાજર રહેવા લાગ્યા હતા.

Related Articles

Back to top button