गुजरात

ગત 07/05/2021 ના માન:- મુખ્યમંત્રી સાહેબ ને સંબોધિત કરી કચ્છ કલેક્ટર ને આવેદનપત્ર પાઠવી રેમડેસિવિર ઇન્જેકશન તેમજ ખાંનગી હોસ્પિટલો મા મુખ્યમંત્રી અમ્રુતમ યોજના અથવા માં વાત્સલ્ય યોજના હેઠળ મર્જ કરી કોવિડ ના દર્દીઓ ની ખાંગની હોસ્પિટલો મા સંપુર્ણ પણે ફ્રી સારવાર કરાવવા મા આવે એવી માંગ બહુજન આર્મી સંગઠન વતી કરવામાં આવેલ છે

કચ્છ

રિપોર્ટર. કાંતિલાલ સોલંકી

કચ્છ ની એક માત્ર કહેવાતી સરકારી હોસ્પિટલ જી.કે જનરલ હોસ્પિટલ અદાણી સંચાલિત છે ત્યાં હજુ પણ કોવિડ ના દર્દીઓ ઓક્શિજન-વેન્ટિલેટર ની અછત અનુભવી રહ્યા છે સાથે ત્યા નુ મેનેજમેન્ટ એકદંમ કથળેલી હાલત માં છે કોવિડ દર્દીઓ ની ગંભીરતા થી સારવાર કરવામા નથી આવી રહી તે જોતા સિવિલ હોસ્પિટલ મા જતા લોકોમા ડર નો માલોહ છે, જેના કારણે જેમ-તેમ કરી લોકો ની બચેલી મુડી દાગીના ગીરવી રાખી લોકો પોતાના સગા સંબધિયો નુ જીવન બચાવવા ખાંગની હોસ્પિટલો મા ટ્રીટમેન્ટ કરાવવા લઈ જાય છે

હાલ છેલ્લા ડોઢ વર્ષ થી કોવિડ ની અતિ કપરી પરિસ્થિતિ ના કારણે લોકો પાસે રેગ્યુલર કામ ધંધો ન હોવાથી ખાંનગી હોસ્પિટલો મા મધ્ય તેમજ ગરીબ વર્ગ ના લોકો લાખો રૂપિયા નો ખર્ચ ઉપાડી શકે તેમ નથી એવામા ગુજરાત સરકાર કોઈ યોજના હેઠળ જનતા ને આરોગ્ય સુવિધાઓ ફ્રી પૂરી પાડે તો આશિર્વાદ સ્વરૂપી બની રહે તેમ છે।

જેમકે રેમડેસિવિર ઇન્જેકશન ફ્રી વિતરણ કરવામા આવે ખાંનગી હોસ્પિટલો મા મુખ્યમંત્રી અમ્રુતમ યોજના અથવા માં વાત્સલ્ય યોજના અંતર્ગત મર્જ કરી ખાંનગી હોસ્પિટલો મા કોવીડ ના દર્દીઓ ની સારવાર તદન ફ્રી કરવામા આવે એવી માંગ મુખ્યમંત્રી સાહેબ સમક્ષ આવેદનપત્ર પાઠવી કચ્છ-ગુજરાત ની જનતા માટે કરેલી છે અને વહેલી તકે સરકાર આ વાત પર ધ્યાન દોરવામા આવે જેથી લોકો ને આરોગ્ય બાબતે હાલાકી ભોગવવી ના પડે….

15/05/2021 સુંધી મા સરકાર દ્વારા આ મુદે ચોક્કસ જવાબ નહી આવે તો કચ્છ-ગુજરાત ના મધ્ય અને ગરીબ વર્ગ ના લોકો માટે મજબુરન કોવિડ ની કપરી સ્થિતી મા મને મારા સંગઠન ને સાથે રાખી કચ્છ કલેક્ટર ની સામે બંધારણીય ધારા ધોરણ મુજબ ધરણા કરવાની ફરજ પડસે જેની નોધ વહીવટી તંત્ર કચ્છ, પોલીસ તંત્ર પશ્ચિમ કચ્છ

લખન ધુવા….
સંસ્થાપક બહુજન આર્મી
(સામાજિક એકતા મીશન ભારત)

Related Articles

Back to top button