તાલુકા હેલ્થ ઓફીસ બરવાળા ખાતે બીજા તબક્કાનો કોરોના વેક્શીનો શુભારંભ કરવામાં આવ્યો.
Anil Makwana
![](https://livetvtodaynews.in/wp-content/uploads/2021/01/IMG-20210131-WA0308.jpg)
બરવાળા
રીપોર્ટ – રાઠોડ પ્રકાશ
દેશ અને દુનિયામાં અણધારી આવી પડેલી કોરોના મહામારી એ માનવીનું સામાજિક અને આર્થિક જીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે.સમગ્ર દુનિયાને આ મહામારી એ પોતાની લપેટ માં લીધું છે.WHO એ કોરોના રોગ ને વૈશ્વિક મહામારી જાહેર કર્યો છે.આ મહામારીના સમયમા સરકારનો આરોગ્ય વિભાગ ખડે પગે ઉભો રહ્યો છે
ત્યારે આજરોજ તા.31/1/2021 ને રવિવારે તાલુકા હેલ્થ ઓફીસ બરવાળા ખાતે કોરોના વેક્શીનનો બીજા તબક્કાનો શુભારંભનો કાર્યક્રમ રાખવામાં આવેલ જેમા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી જે.એસ.કનોરીયાનાં માર્ગદર્શન પ્રમાણે તાલુકા હેલ્થ ઓફીસર શ્રી ડો.એમ.કે.સાત્યકી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાવડાનાં મેડીકલ ઓફીસર ડો.વી.આર.ચાસીયા તથા તાલુકા ફાયનાન્સ ઓફીસર વિમલ જે. વસાણી તથા તમામ આરોગ્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતાં. તાલુકા હેલ્થ ઓફીસ બરવાળા ખાતે કુલ 277 ફ્રન્ટલાઈન હેલ્થ કેર વર્કરને કોરોના વેક્શીન આજ રોજ આપવાની કામગીરી હાથ ધરવામાં આવી. ફ્રન્ટલાઈન હેલ્થ કેર વર્કર જેમા પોલીસ સ્ટાફ, હોમગાર્ડ સ્ટાફ, જીઆરડી સ્ટાફ, નગરપાલિકા સ્ટાફ તેમજ રેવન્યુ સ્ટાફ ને આજથી 3 દિવસ સુધી તા.31/1/2021 થી 2/2/2021 સુધી કોરોના વેક્શીન આપવાનું આયોજન હાથ ધરવામાં આવ્યુ. આજરોજ કોરોના વેક્શીન લઈ સમાજને એક ઉમદા ઉદાહરણ પુરૂ પાડેલ અને સંદેશો આપેલ છે કે કોરોના વેક્શીન લેવી જ જોઈએ જેથી આ મહામારી સામે આપણે સૌ રક્ષણ મેળવી શકીએ.