गुजरात

ગુજરાતમાં ટ્રાફિકના નિયમનો ભંગ માટે ASI, કોન્સ્ટેબલ, હોમ ગાર્ડ મેમો ના આપી શકે કે દંડ ના લઈ શકે, જાણો કોને છે સત્તા ? જાણો તમારા અધિકાર

અમદાવાદઃ અમદાવાદ સહિતનાં શહેરોમાં ટ્રાફિકની સમસ્યા ગંભીર છે અને પોલીસની કનડગત હોવાની ફરિયાદો પણ આવ્યા કરે છે. ટ્રાફિક પોલીસ ઉપરાંત સામાન્ય પોલીસ અને હોમ ગાર્ડના જવાનો પણ વાહનો રોકીને દંડ ફટકારે છે અને લોકોને પરેશાન કરે છે એવી ફરિયાદો આવ્યા જ કરે છે. લોકો સાથે કેવું થતું હોય છે કે રસ્તા પરથી પસાર થઈ રહ્યા હોય ત્યારે કોઈ પણ પોલીસ કર્મચારી વાહન રોકે અને આપણી પાસેથી વાહનના કાગળ માગે, મેમો આપે કે દંડ માગે છે.

આ સામાન્ય ઘટના છે અને લોકોને નિયમોની ખબર નથી હોતી. લોકોને ખબર નથી હોતી કે કોઈપણ પોલીસ કર્મચારી તમારૂં વાહન રોકી ના શકે તેથી ડરીને કાગળ બતાવી દે છે ને દંડ પણ ભરી દે છે. આ સ્થિતી પેદા ના થાય તેથી લોકોએ નિયમો જાણવા જરૂરી છે.

સૌથી પહેલાં તો એ જાણી લો કે આપને મેમો કોણ આપી શકે અને કોણ ના આપી શકે. આપણે જોઈએ છીએ કે કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ કે આસિસ્ટન્ટ સબ ઈન્સપેક્ટર સ્તરના પોલીસો હાથમાં મેમો બુક લઈને મેમો ફાડે છે ને દંડ ફટકારે છે. આ ખોટું છે અને તમે તમારા અધિકારોને જાણો તે જરૂરી છે.

કોઈ પણ ચેકિંગ પોઈંટ પર સબ ઈન્સ્પેક્ટર (પીએસઆઈ) અથવા તેની ઉપરના અધિકારી જ તમને મેમો આપી શકે. સબ ઈન્સ્પેક્ટરથી નીચેના રેન્કના પોલીસ કર્મચારીઓ મેમો ના આપી શકે. જ્યાં ટ્રાફિકના નિયમોનું પાલન ન થતું હોય અને ચાલાન કાપવાનું હોય ત્યાં સબ ઈન્સ્પેક્ટર અથવા તેનાથી ઉંચી રેન્કના અધિકારીઓનું ચાર્જમાં હોવું જરૂરી છે. એ સિવાય બીજા કોઈને મેમો આપવાનો અધિકાર નથી.

Related Articles

Back to top button