गुजरात
ગાઢપુરના પાર્ષદ સંજય ભગતની આંતરરાષ્ટ્રીય માનવાધિકાર એસો. માં નિમણુંક થતા ગઢડા શહેર માં અગ્રણી, સંતો અને મહાનુભાવોએ તેમને સન્માનિત કર્યા
Anil Makwana
ગઢડા
રીપોર્ટ – રાઠોડ પ્રકાશ
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના પૂર્વ પૂજારી અને હાલ સર્વોપરી ગૌ શાળાના સંચાલક એવા પાર્ષદ સંજય ભગતની આંતરરાષ્ટ્રીય માનવાધિકાર એસો. માં પ્રદેશ પ્રભારી તરીકે નિમણુંક થતા ગઢડા ખાતે સન્માન સમારોહ યોજાયો હતો, આજરોજ કમલમ હોલ ખાતે સંતો એસ.પી.સ્વામી, ઘનશ્યામવલ્લભદાસજી સ્વામી, બ્રહ્મચારી સ્વામિ, છપૈયા સ્વામિ તેમજ શહેરના નામાંકિત ડો.જી.વી.કાળથીયા, જગન્નાથજી રથયાત્રા સમિતિના પ્રમુખ ચંદ્રકાન્તભાઈ, અગ્રણી વકીલ સંજયભાઈ ઠાકર, રાજકીય આગેવાન, સામાજીક અગ્રણી અને પાર્ષદો, બ્રાહ્મણો તેમજ સામાજિક આગેવાનો તેમજ આંતરરાષ્ટ્રીય માનવાધિકાર એસો. ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષે અનિલકુમાર સિહજી ની વિશેષ ઉપસ્થિતિ માં સંજય ભગતને સન્માન કરી શુભકામનાઓ પાઠવી.