વાંસદા
રિપોર્ટર – બ્રિજેશ પટેલ
વાંસદા કબ્રસ્તાનમાં ૧૫’માં નાણાંપંચ માંથી ૧.૫૦ લાખ તથા અન્ય વિવિધ વિસ્તારોમાં પેવર બ્લોક અને ડામરના કામો નું ખાતમુહૂર્ત કરાયું હતું. વાંસદા ગ્રામ પંચાયત દ્વારા મેઈન બજારમાં પેવર બ્લોકના રસ્તા ના કામોનું ખાત મુહૂર્ત નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરા ભાઈ શાહના હસ્તે કરવામાં આવ્યું હતું.વાંસદા ગ્રામ પંચાયત વિસ્તારના બાકી કામો ચૂંટણી પહેલા પૂર્ણ કરવાનું આહવાન સાથે ખાતમુહૂર્ત જેમાં નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભૂરાભાઈ શાહ આ પ્રસંગે નવસારી જિલ્લા ભાજપ મહામંત્રી અશ્વિન ભાઈ, વિરલ ભાઈ, શિવેન્દ્રસિંહ સોલંકી ગામના ના સરપંચ હિના બેન, ધર્મેન્દ્રસિંહ બીના બેન પુરોહિત તથા ગામના આગેવાનો એ હાજરી આપી હતી