गुजरात

રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત બરવાળા તાલુકામા સ્થાનીક કક્ષાએ ટોબેકો ટાસ્ક ફોર્સ ની રેડ.

Anil Makwana

બરવાળા

રીપોર્ટ – રાઠોડ પ્રકાશ

બોટાદ જિલ્લામાં સરકારશ્રીના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત માન.ક્લેકટરશ્રી વિશાલ ગુપ્તા તેમજ જીલ્લા વિકાસ અધિકારીશ્રી નારાયણસિંગ સાંદુની અધ્યક્ષતામાં બોટાદ જીલ્લામાં તમાકુ કે તમાકુની બનાવટનું બિન અધિકૃત રીતે વેચાણ અને આનુસંગિક નિયમન માટે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવેલી છે.

તમાકુ વિરોધી કાયદો “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ” (કોટપા-૨૦૦૩)નું સધન અમલીકરણ થાય તે હેતુથી તાલુકા ટાસ્ક ફોર્સ સ્ક્વોડ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ /રેડ ની કામગીરી આરોગ્ય વિભાગના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.જે.એસ.કનોરીયાના માર્ગદર્શન અને એપીડેમીક મેડીકલ ઓફિસરશ્રી ડૉ.આર.આર.ચૌહાણના મોનીટરીંગ નીચે આજરોજ તા.૧૯/૦૧/૨૦૨૧ના રોજ સવારે ૧૧.૦૦ કલાકથી બરવાળા તાલુકામા સ્થાનીક કક્ષાએ ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જેમાં તમાકુ કે તમાકુની બનાવટ વહેચતા નાંના-મોટા વેપારીઓ,પાન-ગલ્લા પાર્લર વગેરે જગ્યાએ આકસ્મિક ચેકિંગ હાથ ધરી ૭ જેટલા દુકાન ધારકો પાસેથી રૂ.૧૪૦૦/-નો દંડ વસુલ કરવામાં આવેલ હતો.જેમાં વેપારીઓ દ્વારા “તમાકુથી કેન્સર થાય છે” અને “૧૮ વર્ષથી નાની ઉંમરની વ્યક્તિને તમાકુ નું વેચાણ એ દંડનીય ગુનો છે” અને “સિગારેટ તથા બીડીના છુટક વેચાણ પ્રતિબંધિત છે.” એવું લખાણ સાથે નિર્દિષ્ટ આરોગ્ય –વિષયક ચેતવણી વિના સિગારેટસ અને તમાકુની અન્ય બનાવટોનું વેચાણ કરવા પર પ્રતિબંધ. બીડી, બીસ્ટોલ/સિગારેટના પેકેટ ઉપર ૮૫ ટકા ભાગમાં “તમાકુ જીવલેણ છે.તમાકુના સેવનથી કેન્સર થાય છે.”તેવું સચિત્ર ચેતવણી જેવી બાબતો સાથે પાકા બીલ વગરની પરદેશી બનાવટની ઈમ્પોટેડ સિગારેટનું બિન અધિકૃત રીતે વેચાણ અને ઇ-સિગારેટ પ્રતિબંધ જેવી બાબતો આવરી લેવામાં આવી હતી. આ કામગીરીમાં તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડૉ.એમ કે સાત્યકિ, ડો. પારસ વસાણી, ટી.એફ.ઓ.શ્રી વિમલભાઈ વસાણી, પોલીસ વિભાગના અધિકારી પી.એસ.આઇ શ્રી આર. કે.પ્રજાપતિ અને એ.એસ.આઇ શ્રી કે ડી દાયમા, એસ.ટી.વિભાગના બી.ટી.ઝાલા દ્વારા આ કામગીરી ખુબ જ ચોકસાઈ પૂર્વક કરવામાં આવી હતી.

Related Articles

Back to top button