માસ્ક પહેરીને, સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પતંગ ચગાવવા રહો તૈયાર, ઉત્તરાયણની ગાઇડ લાઇન પર કરી લો નજર
કોરોનાના કહેર વચ્ચે આજે ગુજરાતમાં ઉત્તરાયણ ઉજવાશે. છેલ્લા કેટલાક દિવસોથી કેસો સતત ઘટી રહ્યા હોવાના કારણે લોકોમાં ઉત્તરાયણ માટે જોરદાર ઉત્સાહ છે. પરંતુ બીજી બાજુ પોલીસે ધાબા પર પણ ભીડ ભેગી ના થાય અને લોકો માસ્ક (Mask) પહેરીને જ પતંગ (Kite) ચગાવે તે સુનિશ્ચિત કરવા માટે પૂરતી તૈયારીઓ કરી લીધી છે. અમદાવાદમાં આજે મોટાભાગના લોકો ધાબા પર જ હશે, ત્યારે પોલીસ (Police) પણ પબ્લિક પર ધાબા પર ચઢીને જ નજર રાખવાની છે. તેના માટે ધાબા પર બંદોબસ્તના પોઈન્ટ પણ ગોઠવવામાં આવ્યા છે. જ્યાંથી દૂરબીન વડે પોલીસ પબ્લિક પર વોચ રાખશે.
ઉતરાયણની ગાઈડલાઈન પ્રમાણે જાહેર સ્થળો, ખુલ્લા મેદાનો અને રસ્તાઓ પર એકઠા થઈ શકાશે નહીં કે પતંગ ચગાવી શકાશે નહીં. સરકારે સલાહ આપી છે કે, પરિવારજનો સાથે કોરોનાના નિયમોનું પાલન કરીને તહેવારની ઉજવણી કરવામાં આવે. ઘર બહારનું કોઇ વ્યક્તિ ધાબા પર આવે નહીં અને ધાબા પર ભીડ ન જામે. આ ગાઇડલાઇન સામે અનેક ગુજરાતીઓએ રોષ જાહેર કર્યો હતો કે, નેતાઓ મોટી સંખ્યામાં લોકોને ભેગા કરીને પોતાની રેલીઓ કાઢી શકે પરંતુ સામાન્ય માણસ પોતાના ધાબા પર પોતાના મિત્રો અને અન્ય પરિવાર સાથે ઉત્તારયણ પણ ન માણી શકે. તોઆ આજે ઉત્તરાયણના દિવસે ફરી એકવાર સરકારની ગાઇડલાઇન પર નજર નાંખી લો.