गुजरात

અમદાવાદઃ સાઇબર ક્રાઈમનો આશ્વસ્ત અને વિશ્વાસ પ્રોજેકટ, એક વર્ષમાં 5100 લોકોના રૂ.11 કરોડ આરોપીઓના હાથમાં જતા અટકાવ્યા

અમદાવાદ: અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા એક વર્ષ પહેલા સાયબર વિશ્વાસ અને આશ્વસ્ત પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જો કે મહત્વની બાબત તો એ છે કે આ પ્રોજેક્ટના પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત પોલીસએ માત્ર એક વર્ષમાં જ નાગરિકોના 11 કરોડ જેટલી રકમ આરોપીઓના હાથમાં જતી અટકાવી છે.

10મી જાન્યુઆરી 2020ના દિવસે દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સાયબર વિશ્વાસ અને આશ્વસત પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ટેકનોલોજીના ડિજિટલ યુગમાં વધી રહેલા સાયબર ક્રાઇમ પર પણ અંકુશ મેળવવા માટે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેકટ દરમિયાન છેલ્લાં એક વર્ષમાં 5100 જેટલા નાગરિકોના 11 કરોડ જેટલી રકમ આરોપીઓના હાથમાં જતી અટકાવવામાં આવેલ છે.

સાઇબર ક્રાઇમ દ્વારા શરૂ કરવામાં આવેલ આ પ્રોજેક્ટ અંતર્ગત સાયબર ક્રાઇમ યુનિટ દ્વારા સાયબર ક્રિમિનલ્સ એ સાઇબર ક્રાઇમ માટે ઉપયોગમાં લીધેલ 12200 મોબાઈલ નંબર અને 72,000 થી વધારે બેન્ક એકાઉન્ટ નંબરનો ડેટા વેબસાઈટ ઉપર નાગરિકો માટે ઉપલબ્ધ કરેલ છે.

Related Articles

Back to top button