गुजरात
નખત્રાણા જૂથ ગ્રામપંચાયત ના સરપંચ શ્રીમતી લીલાબેન પાંચાણી દ્વારા ગામમાં અલગ અલગ વિસ્તાર માં નવા વિકાસ ના કામોના ખાર્ત મુહર્ત કરવામાં આવ્યું
Anil Makwana

નખત્રાણા
રિપોર્ટર – કમલેશ નાકરાણી
નખત્રાણા જૂથ ગ્રામપંચાયત ના સરપંચ શ્રીમતી લીલાબેન વિસનજીભાઈ પાંચાણી દ્વારા આજે નખત્રાણા ગામ અલગ અલગ વિસ્તાર માં નવા વિકાસ ના કામોના ખાર્ત મુહર્ત કરવામાં આવ્યા હતા , નખત્રાણા નવાનગર વિસ્તાર માં પાણી સમસ્યા હલ કરવા માટે નવા પાણી ના બોર નું ખાર્ત મુહર્ત કરવામાં આવ્યું હતું , ઇન્દિરા આવાસ વિસ્તાર માં પાણી ની નવી પાઇપ લાઈન નું ખાર્ત મુહર્ત કરવામાં આવ્યું તેમજ નખત્રાણા જુનાવાસ માં પશ્ચિમ વિભાગ લક્ષ્મીનારાયણ સમાજ થી જાડાય રોડ સુધી સી સી રોડ નું ખાર્ત મુહર્ત કરવામાં આવ્યું હતું …. ઉપસરપંચ ચંદનસિંહ રાઠોડ તલાટી રમેશ ભાઈ માળી ખીમજી મારવાડા બ્રિજેશ ભાઈ પલન સીતા બેન પાંચાણી ઉર્મિલા બેન પારસીયા ભરત ભાઈ સુરાણી જીગ્નેશ ગોસ્વામી સહીત ના લોકો હાજર રહ્યા હતા