गुजरात

માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સાથે ગુજરાતમાં 301 દિવસ બાદ શાળાઓમાં વિદ્યાર્થીઓ આવ્યા

રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણને કારણે વિદ્યાર્થીઓ ઘરે જ ઓનલાઇન શિક્ષણ લઇ રહ્યાં હતા. ત્યારે આજથી એટલે 11મી જાન્યુઆરીથી 301 દિવસ બાદ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શાળા તથા કોલેજો શરૂ થવા જઇ રહી છે. આજથી શાળામાં વિદ્યાર્થીઓ આવવાને કારણે ઉત્સાહનો માહોલ છવાયો છે. શાળામાં પણ વિદ્યાર્થીઓને આવકારવા માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. મહત્વનું છે કે, રાજ્યમાં શાળા ગત માર્ચ મહિનાની 16 તારીખથી બંધ છે. વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશની સાથે સેનિટાઇઝરથી હાથ ધોવડાવવામાં આવે છે.

ગુજરાત યુનિવર્સિટીના પીજી ડિપાર્ટમેન્ટ પણ આજથી શરૂ થશે. સંલગ્ન કોલેજોમાં અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને બોલાવાયા છે. આશરે 6000 વિદ્યાર્થીઓ પીજી ડિપાર્ટમેન્ટમાં આવે તેવી શક્યતા છે. કોલેજોમાં કેટલા વિદ્યાર્થીઓને બોલાવવા તે પ્રિન્સિપાલ નક્કી કરશે. ફરીથી શૈક્ષણિક માહોલ ઉભો કરવા પ્રયાસ કરવામાં આવશે.

Related Articles

Back to top button