गुजरात

ગાંધીધામ વિસ્તારમાં આવેલા આઝાદનગર કાર્ગો માં ચાલતા દેશી અને વિદેશી દારુ ને બંધ કરાવવા માટે શ્રી આઝાદ નગર કાર્ગો ઝુંપડા એસોસિયેશન દ્વારા બી ડિવિજન પોલીસ ને આવેદનપત્ર આપ્યું

આગામી દિવસોમાં આઝાદનગર કાર્ગો ઝૂંપડપટ્ટી વિસ્તારમાં દેશી દારુ અને વિદેશી દારુ ના અડ્ડા બંધ કરવામાં નહિ આવે તો સ્થાનિક મીડિયા સાથે રાખી જનતા રેડ કરવામાં આવશે

ગાંધીધામ

રિપોર્ટર – પિયુષ રોશિય

ગાંધીધામ ખાતે આવેલ આઝાદ નગર કાર્ગો ઝૂંપડપટ્ટી વિસ્તારમાં દેશી દારુ અને વિદેશી દારુ ના ધંધાર્થી નો રાફડો ફાટી નીકળ્યો છે જાણે પોલીસ નો કોઈ ડર ના હોય તેમ દેશી દારુ ની ભઠ્ઠી ઓ ધમધમે છે અને દેશી દારુ વેચાય છે અને પરપ્રાંતીય લોકો દારુ પીને મજા આવે તેમ વર્તન કરે છે જેથી આઝાદ નગર કાર્ગો ના મહિલાઓ ને બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું હોવા થી આવેદન પત્ર આપવાની ફરજ પડી હતી આની અગાઉ પણ ઘણીવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી પણ પોલીસ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી જો આગામી દિવસોમાં આઝાદનગર કાર્ગો ઝૂંપડપટ્ટી વિસ્તારમાં દેશી દારુ અને વિદેશી દારુ ના અડ્ડા બંધ કરવામાં નહિ આવે તો સ્થાનિક મીડિયા સાથે રાખી જનતા રેડ કરવામાં આવશે

 

Related Articles

Back to top button