गुजरात

માધવસિંહ સોલંકીએ સૌથી વધુ 149 બેઠકો જીતીને CM બનવાનો રેકોર્ડ સર્જ્યો હતો, રાજકીય વિક્રમો માટે રહેશે યાદ

અમદાવાદ : રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને દેશના પૂર્વ વિદેશમંત્રી માધવસિંહ સોલંકીનું આજે વહેલી સવારે નિધન થયું છે. 94 વર્ષના પૂર્વ મુખ્યમંત્રી રાજ્યમાં અનેક બાબતો માટે કાયમ યાદ રહેશે. પત્રકાર અને વકિલાતથી જીવનની કારકિર્દી શરૂ કરનારા તજજ્ઞ નેતા અને અભ્યાસુ વ્યક્તિત્વને ગુજરાત અનેક બાબતો માટે યાદ રાખશે. તેમના સાશનમાં રાજ્યમાં કૉંગ્રેસનો સુરજ સોળે કળાએ ખીલ્યો હતો. રાજ્યમાં સૌથી વધુ 149 બેઠકો સાથે વિધાનસભામાં કૉંગ્રેસની જીત આ રેકોર્ડ કાયમ માટે અમર થઈ ગયો. હજુ સુધી રાજ્યમાં આ રેકોર્ડ કોઈ પક્ષ તોડી શક્યો નથી. આજે તેમના નિધન સમયે તેમના જીવન અને રાજકીય કારકીર્દીની કેટલીક જાણીતી વાતો જે નવી પેઢીને વાંચીને આશ્ચર્ય થશે

4 વાર મુખ્યમંત્રી બન્યા

માધવસિંહ સોલંકી રાજ્યમાં 1973માં પ્રથમ વાર મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારબાદ કૉંગ્રેસ પાર્ટીના નેતા તરીકે તેઓ 4 વખત ગુજરાતના નાથ બન્યા હતા. સૌથી વધુ 149 બેઠકો જીતાડીને ગુજરાતમાં કૉંગ્રેસનો સુરજ સોળે કળાએ ખીલવવામાં તેમનું મોટું યોગદાન રહ્યુ હતું. ત્યારબાદ તેઓ દેશના વિદેશ મંત્રી અને આયોજન મંત્રી પણ બન્યા હતા.

શાળાઓમાં મધ્યાહન ભોજનની શરૂઆત

મધ્યાહન ભોજન એટલે એક એવી યોજના જે આજે પણ ગુજરાતના છેવાડાના અને ગરીબ બાળકોને સરકારી શાળાએ જવાનું એક સૌથી મોટું મોટિવેશન આપે છે. આ યોજનાના પ્રણેતા માધવસિંહ સોલંકી હતા. તેઓએ મુખ્યમંત્રી તરીકે જ્યારે કાર્યરત હતા ત્યારે તેમણે ગરીબ બાળકો માટે શાળામાં મધ્યાહન ભોજનની શરૂઆત કરાવી હતી.

Related Articles

Back to top button